ફુગાવો
અર્થશાસ્ત્રમાં ફુગાવો એટલે સમયાંતરે અર્થતંત્રમાં માલસામાન અને સેવાના સામાન્ય ભાવના સ્તરમાં એકંદર વધારો.[૧] જ્યારે સામાન્ય ભાવ સ્તરમાં વધારો થાય છે, ત્યારે ચલણના દરેક એકમથી ઓછી માલસામાન અને સેવાની ખરીદી કરી શકાય છે. તેથી ફુગાવો નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડાનો પણ સૂચક /છે. આમ હૂંડિયામણના આંતરિક માધ્યમ અને અર્થતંત્રના હિસાબના એક એકમના વાસ્તવિક મૂલ્યમાં ઘટાડો થાય છે.[૨][૩] ભાવના ફુગાવાને માપવાનું મુખ્ય માધ્યમ ફુગાવાનો દર છે, જે સામાન્ય ભાવાંક (સામાન્ય રીતે ગ્રાહક ભાવાંક)માં વાર્ષિક ધોરણે ટકાવારીમાં થયેલા ફેરફારની ગણતરી કરે છે.[૪]
ફુગાવાની અર્થતંત્ર પરની અસરો વિવિધ પ્રકારની છે અને એક જ સાથે આ અસરો હકારાત્મક અને નકારાત્મક એમ બંને હોઇ શકે છે. ફુગાવાની નકારાત્મક અસરોમાં નાણાંના અને બીજા નાણાંકીય માધ્યમોના વાસ્તવિક મૂલ્યમાં ઘટાડો, ભાવિ ફુગાવાની અનિશ્ચિતતાથી રોકાણ અને બચતો પરની નકારાત્મક અસરો અને ભવિષ્યમાં ભાવમાં વધુ વધારો થશે તેવી ચિંતાએ ગ્રાહકો સંગ્રહ કરવાનું ચાલુ કરે તો ગૂડ્સની અછત ઊભી થવાનો સમાવેશ થાય છે. ફુગાવાની હકારાત્મક અસરોમાં મધ્યસ્થ બેન્કને વ્યાજદર નીચા રાખવાની (મંદીને દૂર કરવાના હેતુ સાથે) મળતી છૂટ તેમજ રોકાણ[૫] અને બિનનાણાંકીય મૂડી પરિયોજનામાં રોકાણને પ્રોત્સાહનનો સમાવેશ થાય છે.
અર્થશાસ્ત્રીઓમાં સામાન્ય એકમત છે કે નાણાં પુરવઠામાં અતિશય વૃદ્ધિને કારણે ફુગાવાના ઊંચા દર અને અતિશય ફુગાવો થાય છે.[૬] ફુગાવાના નીચા કે મધ્યમ દર માટે કયા પરિબળો જવાબદાર છે તે અંગેના મંતવ્યો ભિન્નતા વધુ છે. નીચા કે મધ્યમ ફુગાવાનું કારણ ગૂડ્સ અને સેવા માટેની વાસ્તવિક માગમાં અસ્થિરતા હોઇ શકે છે અથવા અછત જેવી સ્થિતિ દરમિયાન ઉપલબ્ધ પુરવઠામાં ફેરફાર અને નાણાંના પુરવઠામાં વૃદ્ધિ હોઇ શકે છે. જોકે સર્વમાન્ય મત એ છે કે આર્થિક વૃદ્ધિ દર કરતા નાણાંના પુરવઠાનો વૃદ્ધિ દર વધુ ઝડપથી હોય ત્યારે લાંબા ગાળા સુધી ફુગાવો જળવાઈ રહે છે.[૭][૮]
હાલમાં મોટા ભાગના મુખ્યપ્રવાહના અર્થશાસ્ત્રીઓ ફુગાવાના નીચા અને સ્થિર દરની તરફેણ કરે છે.[૯] નીચો (શૂન્ય કે નકારાત્મકથી વિરુદ્ધ) ફુગાવોથી આર્થિક મંદીની ગંભીરતામાં ઘટાડો કરી શકે છે, કારણ કે નીચા ફુગાવાથી શ્રમ બજારને આર્થિક નરમાઇ સાથે ઝડપથી સાનુકુળતા સાધવામાં મદદ મળે છે. નીચા ફુગાવાથી તરલતાની જાળમાં ફસાઇ જવાના જોખમમાં ઘટાડો થાય છે. તરલતાની જાળને નાણાંકીય નીતિને અર્થતંત્રને સ્થિર કરતા અટકાવે છે.[૧૦] ફુગાવાને નીચો અને સ્થિર રાખવાની કામગીરી સામાન્ય રીતે નાણાંકીય સત્તાવાળાને અપાઇ છે. સામાન્ય રીતે આ નાણાંકીય સત્તાવાળા મધ્યસ્થ બેન્કો હોય છે, જે વ્યાજ દર નિર્ધારિત કરીને, ઓપન માર્કેટ ઓપરેશન્સ મારફતે અને બેન્કિંગ અનામત જરૂરિયાત નિર્ધારિત કરીને બજારમાં નાણાંના પુરવઠા પર અંકુશ રાખે છે.[૧૧]
ઇતિહાસ

સમગ્ર ઇતિહાસ દરમિયાન વિવિધ સમાજોમાં નાણાંનો જથ્થો અથવા એકંદર નાણાં પુરવઠામાં (અથવા વિનિમનયના માધ્યમોના અવમૂલ્યનમાં) વધારો થયો છે, અને નાણાં વપરાશના વિવિધ સ્વરૂપ સાથે બદલાતો રહ્યો છે.[૧૨][૧૩] ઉદાહરણ તરીકે ચલણ તરીકે સોનાનો ઉપયોગ થતો હતો ત્યારે સરકાર સોનાના સિક્કા એકઠા કરીને તેમને ઓગાળીને તેમજ ચાંદી, તાંબુ કે સીસું જેવી બીજા ધાતુ સાથે તેને મિશ્ર કરીને સમાન નોમિનલ મૂલ્યે તેને ફરીથી બજારમાં મૂકી શકે છે. સોનાને બીજી ધાતુ સાથે ઓગાળીને સરકાર સિકકા બનાવવા માટે વપરાતી સોનાની માત્રામાં વધારો કર્યા વગર વધુ સિક્કા જારી કરી શકે છે. આ રીતે જ્યારે દરેક સિક્કાના ખર્ચમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે સરકાર સીનીયોરેજ (સિક્કા પર ટેક્સ)માં વધારામાંથી નફો કરે છે.[૧૪] આવા વ્યવહારથી નાણાંના પુરવઠામાં વધારો થાય છે પરંતુ સાથે સાથે દરેક સિક્કાના તુલનાત્મક મૂલ્યમાં ઘટાડો પણ થશે. સિક્કાનું સાપેક્ષ મૂલ્ય ઓછું થાય છે, તેથી ગ્રાહકોએ સમાન માલસામાન કે સેવાના બદલામાં અગાઉ કરતા વધુ સિક્કા આપવા પડશે. આ માલસામાન અને સેવાના ભાવમાં વધારો થશે કારણકે દરેક સિક્કાના મૂલ્યમાં ઘટાડો થયો છે.[૧૫]
15મી સદીના બીજા ભાગથી 17મી સદીની પ્રથમ ભાગ સુધી પશ્ચિમ યુરોપમાં ‘પ્રાઇસ રિવોલ્યુશન’ (ભાવ ક્રાંતિ) તરીકે ઉલ્લેખ કરવામાં આવતું ફુગાવાનું ચક્ર જોવા મળ્યું હતું[૧૬][૧૭] અને ભાવમાં 150 વર્ષમાં સરેરાશ ધોરણે છ ગણો વધારો થયો હતો. તેનું મુખ્ય કારણ નવા વિશ્વ (અમેરિકા)માંથી હેબ્સબર્ગના શાસન હેઠળના સ્પેનમાં સોના અને ચાંદીના અચાનક પ્રવાહ હતું.[૧૮] અગાઉના રોકડની તંગી અનુભવી રેહલા યુરોપમાં ચાંદી ફરી વળી અને વ્યાપક ફુગાવો સર્જ્યો.[૧૯][૨૦] બ્લેક ડેથ મહામારીને કારણે વસતીમાં ઘટાડા પછી યુરોપની વસતીમાં વધારાની સાથે વસતી વિષયક પરિબળોએ પણ ભાવમાં ઉપર તરફી દબાણ માટે પ્રદાન આપ્યું હતું.
19મી સદી સુધીમાં અર્થશાસ્ત્રીઓએ માલસામાનના ભાવમાં વધારો કે ઘટાડો કરવા માટે જવાબદાર હોય તેવા ત્રણ અલગ અલગ પરિબળોને વર્ગીકૃત કર્યા હતા, જેમાં માલસામાનના મૂલ્ય કે સંસાધન ખર્ચમાં ફેરફાર, નાણાના ભાવ માં ફેરફાર, જે તે સમયે ચલણમાં વપરાયેલા ધાતુ ઘટકની કોમોડિટીની ભાવમાં થયેલા ફેરફાર આધારિત હતો, અને ધાતુ આધારિત ચલણને લગતા ચલણના પુરવઠામાં વધારાથી પરિણમતા ચલણ અવમૂલ્યન નો સમાવેશ થાય છે. અમેરિકાના ગૃહ યુદ્ધ દરમિયાન ખાનગી બેન્ક નોટના સ્વરૂપના ચલણના પ્રસારને પગલે ‘ફુગાવા’ શબ્દનો ઉપયોગ ચલણમાં ઘસારા ના સીધા ઉલ્લેખ તરીકે થવા લાગ્યો હતો. વેચાણપાત્ર બેન્ક નોટ્સનો જથ્થો તેના વેચાણ માટે ઉપલબ્ધ ધાતુના જથ્થા કરતા વધુ થાય ત્યારે આ ઘસારો થતો હતો. તે સમયે ફુગાવા શબ્દનો ઉપયોગ માલસામાનના ભાવમાં વધારા તરીકે નહીં, પરંતુ ચલણના મૂલ્યમાં ઘટાડાના સંદર્ભમાં થતો હતો.[૨૧]
ડેવિડ હ્યુમ અને ડેવિડ રિકાર્ડો જેવા પ્રારંભિક શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ દ્વારા બેન્ક નોટ્સના વધુ પડતા પુરવઠા અને તેના મૂલ્યમાં પરિણામી ઘસારા વચ્ચેના સંબંધની નોંધ લેવાઇ હતી. આ અર્થશાસ્ત્રીઓએ ચલણમાં ઘસારાની (જેને બાદમાં નાણાકીય ફુગાવો ગણાવાયો) માલસામાનની ભાવ (બાદમાં જેને ભાવ આધારિત ફુગાવો અને આખરે માત્ર ફુગાવો ગણાવાયો) પર કેવી અસર પડે છે તેનો અભ્યાસ કર્યો હતો.[૨૨]
18મી સદીથી ઘણા દેશો દ્વારા આદેશ ચલણ (કાગળનું ચલણ) અપનાવાતા નાણાં પુરવઠામાં વધુ વિવિધતા શક્ય બની હતી. આ પછી સંખ્યાબંધ દેશોમાં કાગળના નાણાંના પુરવઠામાં જંગી વધારો થયો હતો અને તેનાથી અતિફુગાવો સર્જાયો હતો. અતિફુગાવો એટલે કોમોડિટી આધારિત નાણાંના સમયગાળામાં જોવા મળેલા ફુગાવાના દર કરતા અતિશય ઊંચા દરની સ્થિતિ. જર્મનીના વિમેર રિપબ્લિકમાં જોવા મળેલો અતિફુગાવો તેનું નોંધપાત્ર ઉદાહરણ છે.
સંબંધિત વ્યાખ્યાઓ
‘ફુગાવા’ શબ્દનો મૂળમાં બજારમાં ફરતા નાણાંના જથ્થામાં વધારાના સંદર્ભમાં ઉલ્લેખ થતો હતો અને કેટલાંક અર્થશાસ્ત્રીઓ હજુ પણ સંદર્ભમાં આ શબ્દનો ઉપયોગ કરે છે. જોકે હાલના મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ ‘ફુગાવા’ શબ્દનો ઉલ્લેખ ભાવ સ્તરમાં વધારાના સંદર્ભમાં કરે છે. નાણાંના પુરવઠામાં વધારાને વધતી ભાવથી અલગ પાડવા તેને નાણાંકીય ફુગાવો કહી શકાય. સ્પષ્ટતા માટે શરૂઆતમાં ‘ભાવ ફુગાવા’ શબ્દનો પણ ઉપયોગ થતો હતો.[૨૩] અર્થશાસ્રીઓ સામાન્ય રીતે સંમત થાય છે કે લાંબા ગાળામાં ફુગાવાનું કારણ નાણાંના પુરવઠામાં વધારો છે. જોકે ટૂંકા અને મધ્યમ ગાળા માટે ફુગાવો મોટે ભાગે અર્થતંત્રમાં માગ અને પુરવઠાના દબાણ આધારિત છે.[૨૪]
ફુગાવા સંબંધિત બીજી આર્થિક વિભાવનામાં ડિફ્લેશન- સામાન્ય ભાવ સપાટીમાં ઘટાડો, ડિસઇન્ફલેશન- ફુગાવાના દરમાં ઘટાડો, હાઇપરઇન્ફલેશન- અંકુશ બહારનો ફુગાવો, સ્ટેગફ્લેશન- ફુગાવો, નીચી આર્થિકવૃદ્ધિ અને ઊંચી બેરોજગારીનું મિશ્રણ, રિફ્લેશન- ભાવમાં ઘટાડા તરફી દબાણનો સામનો કરવા ભાવની એકંદર સપાટીમાં વધારો કરવાના પ્રયાસ.
ભાવ સ્તરમાં વધારો કરતા ઘણા શક્ય પરિબળો છે, તેથી ભાવ ફુગાવાની ગણતરીની પણ ઘણી પદ્ધતિ છે. મોટાભાગે ‘ફુગાવો’ શબ્દ અર્થતંત્રમાં માલસામાન અને સેવા માટેની ભાવની એકંદર સપાટીનું પ્રતિનિધિત્વ કરતા વ્યાપક ભાવાંકમાં વધારાનો ઉલ્લેખ કરે છે. ગ્રાહક ભાવાંક (સીપીઆઇ (CPI)) અને વ્યક્તિગત વપરાશ ખર્ચ ભાવાંક (પીસીઈપીઆઇ (PCEPI)) અને જીડીપી (GDP) ડિફ્લેટર વ્યાપક ભાવાંકના કેટલાંક ઉદાહરણો છે. જોકે અર્થતંત્રમાં માલસામાન અને સેવાના નિર્ધારિત નાના ક્ષેત્રમાં ભાવમાં વધારાનો ઉલ્લેખ કરવા માટે પણ ‘ફુગાવા’ શબ્દનો ઉપયોગ કરી શકાય છે, જેમાં કોમોડિટી (ખાદ્યાન્ન, ઇંધણ, ધાતુ), નાણાકીય અસ્ક્યામતો (શેર, બોન્ડ અને રિયલ એસ્ટેટ જેવી), સેવા (મનોરંજન અને આરોગ્ય સંભાળ જેવી) અને શ્રમ જેવા ક્ષેત્રો માટેના અલગ અલગ ફુગાવાનો સમાવેશ થાય છે. રોઇટર્સ-સીઆરબી (CRB) સૂચકાંક (સીસીઆઇ (CCI)), ઉત્પાદક ભાવાંક અને રોજગારી ખર્ચ સૂચકાંક (ઇસીઆઇ (ECI)) અર્થતંત્રના ચોક્કસ ક્ષેત્રમાં ભાવ ફુગાવાને માપવા માટે ઉપયોગમાં લેવામાં આવતા મર્યાદિત ક્ષેત્રના ભાવાંકો છે. કોર ઇન્ફ્લેશન એ ગ્રાહક ભાવોના પેટા જૂથ માટે ફુગાવાનું માપ છે જેમાંથી ખાદ્યાન્ન અને ઊર્જા ભાવોને બાકાત રખાય છે જેની ભાવ ટૂંકા ગાળામાં અન્ય ભાવો કરતા વધુ વધે અને ઘટે છે. ફેડરલ રિઝર્વ બોર્ડ લાંબા ગાળાના ભાવિ ફુગાવાના વલણનો સારી રીતે અંદાજ મેળવવા કોર ઇન્ફ્લેશન પર વિશેષ ધ્યાન રાખે છે.[૨૫]
ગણતરી

સામાન્ય રીતે ગ્રાહક ભાવાંકના ફુગાવાના દરની ગણતરી કરીને ફુગાવાનો અંદાજ કાઢવામાં આવે છે.[૨૬] ગ્રાહક ભાવાંકની ગણતરી ‘ચોક્કસ ગ્રાહકો’ દ્વારા ખરીદવામાં આવેલી માલસામાન અને સેવાના ભાવને આધારે કરવામાં આવે છે.[૪] ફુગાવાનો દર એટલે ભાવાંકમાં ટકાવારીમાં થયેલો ફેરફાર.
ઉદાહરણ તરીકે, જાન્યુઆરી 2007માં અમેરિકામાં ગ્રાહક ભાવાંક 202.416 હતો અને જાન્યુઆરી 2008માં 211.080 હતો. સીપીઆઇ (CPI)માં ફુગાવાનો વાર્ષિક દર ગણવા માટેનું સૂત્ર આ મુજબનું છેઃ
તેના પરિણામે અગાઉના વર્ષની સરખામણીમાં આ વર્ષે સીપીઆઇ (CPI)માં ફુગાવાનો દર 4.28 ટકા થાય છે. તેનો અર્થ એવો થાય છે કે અમેરિકામાં ભાવના એકંદર સ્તરમાં 2007 દરમિયાન આશરે ચાર ટકાનો વધારો થયો હતો.[૨૭]
ભાવ આધારિત ફુગાવાની ગણતરી કરવા માટે વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવામાં આવતા બીજા ભાવાંકો નીચે મુજબ છેઃ
- ઉત્પાદક ભાવાંક (પીપીઆઇએસ (PPIs)), જેમાં ઘરેલુ ઉત્પાદકને તેમના ઉત્પાદન માટે મળતી ભાવમાં થયેલા સરેરાશ ફેરફારની ગણતરી કરવામાં આવે છે. તે સીપીઆઇ (CPI) કરતા અલગ પડે છે, કારણ કે તેમાં ભાવમાં સબસિડી, નફો અને ટેક્સને કારણે ઉત્પાદકને મળતી રકમ સામાન્ય રીતે ગ્રાહકે ચૂકવેલી રકમ કરતા અલગ આવે છે. પીપીઆઇ (PPI)માં વધારો અને તેના પરિમાણે સીપીઆઇ (CPI)માં વધારો વચ્ચે સામાન્ય રીતે વિલંબ પણ થતો હોય છે. ઉત્પાદક ભાવાંક સામાન્ય રીતે કાચા માલના ખર્ચ દ્વારા ઉત્પાદકો પર આવતા દબાણની ગણતરી થાય છે. આ દબાણને ગ્રાહકો પર નાંખીને, અથવા નફામાં ઘટાડો કરીને અથવા ઉત્પાદકતામાં વધારો કરીને સરભર કરવામાં આવે છે. ભારત અને અમેરિકામાં પીપીઆઇ (PPI)ના અગાઉના વર્ઝનને જથ્થાબંધ ભાવાંક (ડબલ્યુપીઆઇ (WPI)) તરીકે ઓળખવામાં આવે છે.
- કોમોડિટી ભાવાંક , જે પસંદગીની કોમોડિટીની ભાવને માપે છે. હાલના કોમોડિટી ભાવાંકમાં કર્મચારી અંગેના ‘તમામ’ ખર્ચના ઘટકનાના તુલનાત્મક મહત્ત્વને ભારાંક આપવામાં આવે છે.
- કોર પ્રાઇસ ઇન્ડેક્સઃ ફ્રૂડ અને ઓઇલ માર્કેટમાં માગ અને પુરવઠામાં ફેરફારને કારણે ફૂડ અને ઓઇલના ભાવમાં ઝડપથી ફેરફાર થતો હોવાથી આવા ભાવનો સમાવેશ કરવામાં આવે ત્યારે ભાવના સ્તરમાં લાંબા ગાળાના વલણનો અંદાજ કાઢવાનું મુશ્કેલ બની શકે છે. તેથી મોટાભાગની આંકડાકીય એજન્સીઓ ‘કોર ઇન્ફલેશન’ના આંકડાની પણ ગણતરી કરે છે, જેનાથી સીપીઆઇ (CPI) જેવા વ્યાપક ભાવાંકમાંથી સૌથી વધુ અસ્થિર પરિબળો (જેવા કે ફૂડ અને ઓઇલ)ને દૂર કરી શકાય છે. કોર ઇન્ફલેશનને ચોક્કસ બજારમાં ટૂંકાગાળાની માગ અને પૂરવઠાની સ્થિતિની ઓછી અસર થાય છે, તેથી મોટા ભાગની મધ્યસ્થ બેન્કો નાણાંકીય નીતિ પર ફુગાવાજન્ય અસરોની ગણતરી કરવા માટે આ ફુગાવા પર આધાર રાખે છે.
ફુગાવાની માપણીની બીજી સામાન્ય પદ્ધતિઓઃ
- જીપીડી (GDP) ડિફ્લેટર માં કુલ ઘરેલુ ઉત્પાદન (જીપીડી (GDP))માં સમાવિષ્ટ તમામ માલસામાન અને સેવાના ભાવની માપણી કરવામાં આવે છે. અમેરિકાનો વાણિજ્ય વિભાગ યુએસ જીડીપી (US GDP) માટે ડિફ્લેટર સિરિઝ પ્રકાશિત કરે છે, જેમાં જીડીપી (GDP)ના પ્રવર્તમાન મૂલ્યને જીડીપીના વાસ્તવિક મૂલ્ય સાથે ભાગવામાં આવે છે.
- પ્રાદેશિક ફુગાવો બ્યૂરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ અમેરિકાના વિવિધ પ્રદેશો માટે સીપીઆઇ-યુ ((CPI-U))ની ગણતરી કરે છે.
- ઐતિહાસિક ફુગાવોઃ વિવિધ સરકારો માટે સાતત્યપૂર્ણ આર્થિક ડેટા એકત્ર કરવાનું ધોરણ સ્થાપિત થયું તે પહેલા તુલનાત્મક જીવન ધોરણની જગ્યાએ કુલ જીવન ધોરણની સરખામણી કરવાના હેતુ માટે વિવિધ અર્થશાસ્ત્રીઓએ વાસ્તવિક આંકડા ન હોય ત્યારે અંદાજિત આંકડાના આધારે ફુગાવાના આંકડા ગણવાનું શરૂ કર્યું હતું. 20 સદીની શરૂઆતના ફુગાવાના મોટાભાગના આંકડા તે સમયે એકત્ર કરવામાં આવેલી માલસામાનની ભાવની માહિતીની જગ્યાએ જાણીતા ખર્ચને આધારે ગણવામાં આવ્યા હતા. ટેકનોલોજીની હાજરીને કારણે વાસ્તવિક જીવન ધોરણમાં ફેરફારના પરિબળને ધ્યાનમાં લેવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.
- અસ્ક્યામત ભાવ ફુગાવોઃ શેર (ઇક્વિટી) અને રિયલ અસ્ટેટ જેવી વાસ્તવિક અને નાણાંકીય અસ્ક્યામતની ભાવમાં અયોગ્ય વધારો છે. આ પ્રકારના ફુગાવા માટે કોઈ સ્વીકાર્ય સૂચકાંક નથી, તેથી કેટલીક મધ્યસ્થ બેન્કોએ સૂચવ્યું છે કે માત્ર સીપીઆઇ (CPI) કે કોર ફુગાવા પર નિયમન કરવાની જગ્યાએ અસ્ક્યામત ભાવ સહિત ભાવ સ્તરમાં એકંદર ફુગાવાનું નિયમન કરવાનો હેતુ વધુ સારો છે. આનું કારણ એ કે શેરના ભાવમાં કે રિયલ અસ્ટેટના ભાવમાં વધારા વખતે વ્યાજદરમાં વધારો કરવાથી અને આ એસેટના ભાવમાં ઘટાડો થાય ત્યારે વ્યાજદરમાં ઘટાડો કરવાથી મધ્યસ્થ બેન્કોની અસ્ક્યામતની ભાવમાં પરપોટાને અને તીવ્ર કડાકાને ટાળવામાં વધુ સફળતા મળશે.ઢાંચો:Dubious
ગણતરીમાં સમસ્યાઓ
અર્થતંત્રમાં ફુગાવાની ગણતરી કરવા માટે એવા નિરપેક્ષ સાધનોની જરૂર પડે છે કે જેમાં માલસામાન અને સેવાના ભાવમાં ફેરફાર તેમજ આ જ માલસામાન કે સેવાના કદ, ગુણવત્તા અને દેખાવ જેવા મૂલ્યવર્ધનને કારણે થયેલા ફેરફાર વચ્ચે ભેદ પારખી શકે. ઉદાહરણ તરીકે મકાઈના 10 ઔંશના કેનના ભાવ તેના જથ્થામાં ફેરફાર વગર એક વર્ષમાં 0.90 ડોલરથી બદલાઈને 1.00 ડોલર થયા હોય તો ભાવમાં થયેલો આ વધારો ફુગાવો છે. જોકે એક જ વસ્તુનો ભાવ ફેરફાર એકંદર અર્થતંત્રમાં ફુગાવામાં વધારો દર્શાવતો નથી. એકંદર ફુગાવાની ગણતરી કરવા માટે માલસામાન અને સેવાનું પ્રતિનિધિત્વ કરતા વિશાળ ‘બાસ્કેટ’ના ભાવમાં ફેરફારની ગણતરી કરવામાં આવે છે. તે ઘણા માલસામાન અને સેવાના ‘બાસ્કેટ’ના સંયુક્ત ભાવ એટલે કે ભાવાંકનો મૂળ હેતુ છે. સંયુક્ત ભાવ એટલે ‘બાસ્કેટ’માં સમાવિષ્ટ આઇટમના ભારાંક આધારિત સરેરાશ ભાવનો સરવાળો. સરેરાશ ગ્રાહક ખરીદતો હોય તેવી આઇટમની સંખ્યા સાથે એક આઇટમના એકમ ભાવનો ગુણાકાર કરીને ભાર ભાવ ગણવામાં આવે છે. ભાર ભાવ અર્થતંત્રમાં એકંદર ફુગાવામાં વ્યક્તિગત એકમ ભાવમાં ફેરફારની અસરની ગણતરી કરવા માટેનું જરૂરી સાધન છે. ઉદાહરણ તરીકે ગ્રાહક ભાવાંકમાં ચોક્કસ માલસામાન અને સેવા પર ગ્રાહક તેના કુલ ખર્ચમાંથી કેટલો ખર્ચ કરે છે તે તે નિર્ધારિત કરવા ઘરેલુ વપરાશની વસ્તુના એકત્ર કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે અને તે મુજબ આ આઇટમોની સરેરાશ ભાવને ભારાંક આપવામાં આવે છે. એકંદર ભાવની ગણતરી કરવા સરેરાશ ભાવ ભાવોને સંયુકત કરવામાં આવે છે. નિર્ધારિત સમયગાળામાં ભાવમાં તફાવતની વધુ સારી સરખામણી કરવા માટે સૂચકાંકમાં સામાન્ય રીતે ‘પાયાના વર્ષ’ના ભાવની પસંદગી કરવામાં આવે છે અને તેને 100નું મૂલ્ય આપવામાં આવે છે. પછીના વર્ષોમાં ભાવાંકો પાયાના વર્ષના ભાવની સરખામણીમાં રજૂ કરવામાં આવે છે.[૧૧]
બાસ્કેટની વસ્તુના તુલનાત્મક ભારાંક માટે કે ભૂતકાળની માલસામાન અને સેવાની સરખામણી હાલની માલસામાન અને સેવા સાથે કરવા માટે સમય જતા ઘણીવાર ફુગાવાની ગણતરીની પ્રક્રિયામાં સુધારો કરવામાં આવે છે. ‘ચોક્કસ ગ્રાહકો’ દ્વારા ખરીદવામાં આવેલી માલસામાન અને સેવાના પ્રકારમાં ફેરફારને જાણવાના હેતુ સાથે પસંદ કરવામાં આવેલી માલસામાન અને સેવાના પ્રકારોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવી પ્રોડક્ટ્સનો ઉમેરો થઈ શકે છે અને જુની પ્રોડક્ટ્સના બાકાત રાખી શકાય છે. હાલની પ્રોડક્સ્ટની ગુણવત્તામાં ફેરફાર થઈ શકે છે અને ગ્રાહકોની પસંદગી બદલાઈ શકે છે. આ પ્રકારની પ્રકારની માલસામાન અને સેવાઓ, કે જેમનો ‘બાસ્કેટ’માં સમાવેશ કરવામાં આવ્યો છે અને ફુગાવાની ગણતરી માટે તેમને ભારાંક આપવામાં આવ્યો છે, તેમાં સમય જતા બજારના બદલતા જતા પરિબળો સાથે તાલ મિલાવવા ફેરફાર કરવામાં આવે છે.ઢાંચો:Citation needed
અપેક્ષિત ચક્રિય ખર્ચ ફેરફારને અલગ પાડવા ફુગાવાના આંકડા ઘણીવાર મોસમને અનુરૂપ હોય છે. ઉદાહરણ તરીકે હોમ હીટિંગના ખર્ચમાં શિયાળામાં વધારો થાય છે અને અને ઇંધણ કે ઊર્જાની માગમાં ચક્રિય વધારાની અસરને દૂર કરવા માટે સીઝનલ પરિબળને ધ્યાનમાં રાખવામાં આવે છે. ફુગાવાના આંકડા સરેરાશ હોઈ શકે છે અને તે આંકડાકીય મુશ્કેલીઓ અને વ્યક્તિગત ભાવમાં વધઘટને દૂર કરવા માટે આંકડાકીય તકનીકને આધિન હોય છે.ઢાંચો:Citation needed
ફુગાવાની ચકાસણી કરવા માટે નાણાં સંસ્થાઓ માત્ર ચોક્કસ ભાવ અથવા કોર ઇન્ફ્લેશન ઇન્ડેક્સ જેવા વિશેષ સૂચકાંકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. મધ્યસ્થ બેન્કો નાણાંકીય નીતિ ઘડતી વખતે કોર ઇન્ફ્લેશન સૂચકાંકને ધ્યાનમાં રાખે છે.ઢાંચો:Citation needed
ફુગાવાના મોટાભાગના સૂચકાંકની ગણતરી પસંદગીની ભાવ ફેરફારના સરેરાશ ભાવાંકને આધારે કરવામાં આવે છે. તેનાથી વિસંગતતા પણ ઊભી થાય છે અને ફુગાવાનો વાસ્તવિક દર શું છે તે અંગે કાયદેસરનો વિવાદ ઊભો થઈ શકે છે. આ સમસ્યાના ઉકેલ માટે ગણતરીમાં તમામ ભાવ તફાવતનો સમાવેશ કરીને અને પછી મધ્યમ મૂલ્યની પસંદગી કરવામાં આવે છે.[૨૮]
અસરો
સામાન્ય
ભાવોના સામાન્ય સ્તરમાં વધારાની સાથે ચલણની ખરીદશક્તિમાં ઘટાડો થાય છે. ભાવના સ્તરમાં વધારો થાય છે, ત્યારે દરેક નાણાંકીય એકમથી ઓછી માલસામાન અને સેવાની ખરીદી થઈ શકે છે.[૨૯] ફુગાવાની અસર અર્થતંત્રમાં સપ્રમાણ વહેંચાયેલી હોતી નથી અને તેના પરિણામે નાણાંની ખરીદશક્તિમાં આ ઘટાડાથી કેટલાંક માટે છૂપો ખર્ચ થાય છે અને કેટલાંકને લાભ થાય છે. ઉદાહરણ તરીકે ફુગાવાની સાથે લોન કે થાપણ પર વ્યાજનો નિર્ધારિત દર જેમને ચૂકવવામાં આવતો હોય ધિરાણકર્તા કે થાપણદર માટે તેમની વ્યાજકમાણીની ખરીદશક્તિમાં ઘટાડો થાય છે, જ્યારે તેમની પાસેથી ઋણ લેનારને ફાયદો થાય છે. રોકડ ભંડોળ સાથેના વ્યક્તિઓ કે સંસ્થાઓને તેમની આ મિલકતની ખરીદશક્તિમાં ઘટાડાનો અનુભવ કરવો પડે છે. કામદારો અને પેન્શનર્સના અને ખાસ કરીને બાંધી રકમની ચૂકવણી ધરાવતા વ્યક્તિની ચૂકવણીમાં ફુગાવો મુજબ ઘણીવાર વધારો થતો નથી.[૧૧]
ભાવ સ્તર (ફુગાવા)માં વધારાની સાથે નાણાંના (વ્યવહારુ ચલણ) તેમજ નાણાંકીય સ્વરૂપમાં રહેલી બીજી આઇટમ (દાખલા તરીકે લોન અને બોન્ડ)ના વાસ્તવિક મૂલ્યનું ધોવાણ થાય છે. જોકે ફુગાવાથી બિનનાણાંકીય આઇટમો (દાખલા તરીકે માલસામાન અને કોમોડિટીઝ, સોનું, રિયલ એસ્ટેટ) પર કોઇ અસર થતી નથી.[૩૦]
ફિકસ્ડ વ્યાજદર સાથે ઋણ લેનારા માટે ‘વાસ્તવિક’ વ્યાજદરમાં ઘટાડો થાય છે, કારણ કે ફુગાવામાં વધારો થાય છે. લોન પરના ‘વાસ્તવિક’ વ્યાજદર એટલે લાગુ પડતો વ્યાજદર માઇનસ ફુગાવાનો દર (આશરે [૩૧] ). ઉદાહરણ તરીકે જો તમે 6 ટકાના વ્યાજદરના આધારે લોન લીધી હોય અને ફુગાવાનો દર 3 ટકા હોય તો આ લોન માટે તમે ચૂકવી રહ્યા છો તેનો વાસ્તવિક વ્યાજદર 3 ટકા છે. તે પણ સત્ય છે કે જો તમે 6 ટકાના ફિકસ્ડ વ્યાજદરે લોન લીધેલી હોય અને ફુગાવો વધીને 20 ટકા થાય તો તમારા પરનો વાસ્તવિક વ્યાજદર -14 ટકા થાય છે. બેન્કો અને નાણાં સંસ્થાઓ ફુગાવાના આ જોખમને સરભર કરવા માટે નાણાંના ધિરાણ ખર્ચમાં ફુગાવાના પ્રીમિયમનો સમાવેશ કરે છે, જે માટે શરૂઆતમાં વધારે વ્યાજ વસૂલ કરવામાં આવે છે અથવા વ્યાજદરને ફ્લોટિંગ રાખે છે. ફુગાવાના દરમાં ઘટાડાની સાથે ઋણ લેનારા પર વિરુદ્ધ (નકારાત્મક) અસર થાય છે.
નકારાત્મક
ફુગાવાના ઊંચા કે અણધાર્યા દરને એકંદર અર્થતંત્ર માટે હાનિકારક માનવામાં આવે છે. તેનાથી બજારમાં બિનકાર્યક્ષમતામાં વધારો થાય છે અને કંપનીઓ માટે બજેટ બનાવવાની કે લાંબા ગાળાની યોજના બનાવવાનું મુશ્કેલ બે છે. ફુગાવાથી ઉત્પાદકતામાં પણ ઘટાડો થાય છે, કારણ કે કંપનીઓને ચલણના ફુગાવાથી નફા અને નુકસાન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રોડક્ટ્સ અને સેવામાંથી તેમના સંશાધનોને વાળી લેવાની ફરજ પડે છે.[૧૧] નાણાંની ભાવિ ખરીદશક્તિ અંગેની અનિશ્ચિતતાને કારણે રોકાણ અને બચતમાં ઘટાડો થાય છે.[૩૨] ફુગાવાથી ટેક્સના ખર્ચમાં પણ છૂપો વધારો થાય છે કે કારણ કે જો કર માળખામાં ફુગાવાના પરિબળને સામેલ કરવામાં આવ્યું ન હોય તો ફુગાવા આધારિત કમાણીથી કરદાતા આવકવેરાના ઊંચા દર ચૂકવે છે.
ઊંચા ફુગાવાની સાથે ખરીદ શક્તિમાં અસંતુલન ઊભું થાય છે, કારણ કે ભાવના સ્તર મુજબ પેન્શન આપવાની જોગવાઈ થયેલી નથી તેવા પેન્શનર જેવા બાંધી રકમની આવક ધરાવતા લોકોની ખરીદશક્તિ ઘટે છે અને આ ખરીદશક્તિ ફુગાવા મુજબ વેતન મેળવતા હોય તેવા લોકો પાસે આવે છે.[૧૧] ખરીદશક્તિની આવી પુનઃવહેંચણી આંતરરાષ્ટ્રીય વેપાર ભાગીદારો વચ્ચે પણ થાય છે. વિનિમય દર બાંધી આંકનો હોય અને એક અર્થતંત્રમાં બીજા અર્થતંત્ર કરતા ઊંચો ફુગાવો હોય તો પ્રથમ અર્થતંત્રની નિકાસ વધુ મોંઘી બને છે અને વેપારના સંતુલનને અસર થાય છે. અણધાર્યા ફુગાવાને કારણે ચલણના હૂંડિયાણ ભાવમાં અસ્થિરતામાં વધારો થાય છે અને તેનાથી વેપાર પર નકારાત્મક અસરો થઈ શકે છે.
- ખર્ચ જન્ય ફુગાવો
- ઊંચા ફુગાવાથી કર્મચારીઓ ગ્રાહક ભાવો મુજબ વેતનમાં ઝડપથી વધારો કરવાની માગણી કરે છે. ખર્ચ જન્ય ફુગાવાના સિદ્ધાંતમાં, વેતનમાં વધારો થવાથી ફુગાવાને ઉત્તેજન મળે છે. સામુહિક સમજૂતીના કિસ્સામાં વેતન વૃદ્ધિને ફુગાવાની ધારણા મુજબ નિર્ધારિત કરવામાં આવે છે, જેમાં ફુગાવો ઊંચો હોય ત્યારે વધુ વેતન મળે છે. તે વેતનમાં વધારો પ્રેરી છે.[૩૩] આ રીતે ફુગાવો વધુ ફુગાવાજન્ય દબાણને જન્મ આપે છે, જે ફુગાવામાં વધુ વધારો કરે છે.
- સંગ્રહખોરી
- લોકો નાણાંની શક્તિમાં ઘટાડાથી સંભવિત નુકસાનને ટાળવા માટે ડ્યુરેબલ અને/અથવા બિનનાશવંત અને બીજી માલસામાનની ખરીદી કરે છે અને સંગ્રહ કરી છે, જેનાથી સંગ્રહ થયો હોય તેવી માલસામાનની અછત ઊભી થાય છે.
- અતિફુગાવો
- જો ફુગાવો સંપૂર્ણ પણે અંકુશ બહાર (ઊપરની દિશામાં) જાય તો તેનાથી અર્થતંત્રની સામાન્ય કામગીરીમાં સંપૂર્ણ દખલગીરી થાય છે અને માલસામાનનો પુરવઠો પૂરો પાડવાની અર્થતંત્રની ક્ષમતાને નુકસાન થાય છે. અતિશય ફુગાવાથી દેશના ચલણના ઉપયોગમાં ઘટાડો થઈ શકે છે અને તેનાથી સાટા પદ્ધતિમાં બિનકાર્યક્ષમતા આવી શકે છે.
- ફાળવણીમાં કાર્યક્ષમતા
- માલસામાન માટેના પુરવઠા કે માગમાં ફેરફારથી સામાન્ય રીતે તેના સાપેક્ષ ભાવમાં ફેરફાર થાય છે તેમજ ખરીદદારો અને વેચાણકર્તાને સંકેત મળે છે કે તેમણે બજારની નવી સ્થિતિને આધારે સંસાધનોની પુનઃફાળવણી કરવી જોઇએ. પરંતુ ફુગાવાને કારણે ભાવમાં સતત ફેરફાર થતો હોય ત્યારે વાસ્તવિક ભાવ સંકેતોને કારણે ભાવમાં થતા ફેરફારને ફુગાવાને કારણે થતા ફેરફારથી અલગ પાડવાનું મુશ્કેલ બને છે. તેથી એજન્ટ તેનો પ્રતિસાદ આપવામાં ધીમા હોય છે. તેના પરિણામે ફાળવણીની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે.
- સમય અને પ્રયાસોનો ખર્ચ (શુ લેધર કોસ્ટ)
- ઊંચા ફુગાવાથી રોકડ બેલેન્સ રાખવાના તકવાદી ખર્ચમાં વધારો થાય છે અને લોકોમાં વ્યાજની ચૂકવણી કરતા એકાઉન્ટમાં તેમની અસ્ક્યામતો મોટા હિસ્સાને રાખવાનું આકર્ષણ મળે છે. જોકે રોજિંદી લેવડદેવડ કરવા માટે રોકડ ભંડોળની જરૂર પડે છે, તેથી નાણાં ઉપાડવા માટે ‘બેન્ક તરફની વધુ ટ્રીપ્સ’ જરૂરી બને છે, જેને આવી દરેક ટ્રીપની સાથે ‘શુ લેધર’માં ધસારા તરીકે પણ સામાન્ય રીતે ઓળખવામાં આવે છે.
- મેનુ ખર્ચ
- ઊંચા ફુગાવાની સાથે કંપનીઓને અર્થતંત્રમાં વ્યાપક ફેરફારની સાથે તાલ મિલાવવા માટે તેમની પ્રોડક્ટ્સના ભાવમાં વારંવાર ફેરફાર કરવો પડે છે. પરંતુ વારંવાર બદલાતા જતા ભાવ પણ તેની રીતે ખર્ચાળ પ્રવૃત્તિ છે, કારણે કે કંપનીઓએ નવું મેનું તૈયાર કરવાની તેનું છાપકાપ કરાવવું પડે છે.
- ઓસ્ટ્રિયન બિઝનેસ ચક્ર સિદ્ધાંત મુજબ તે બિઝનેસ ચક્રની શરૂઆત કરે છે. ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓ તેને ફુગાવાની સૌથી વધુ નુકસાનકર્તા અસર ગણે છે. ઓસ્ટ્રિયન સિદ્ધાંત મુજબ કૃત્રિમ રીતે નીચા વ્યાજદર અને નાણાંના પુરવઠામાં સંબંધિત વધારાથી અવિચારી અને સટ્ટાકીય ઋણ (ધિરાણ) લેવામાં આવે છે અને ખોટા રોકાણમાં વધારો થાય છે.આવા રોકાણને તે આર્થિક રીતે ટકી શકે નહીં તેવા બને ત્યારે આખરે તેમાંથી પીછહટ કરવી પડે છે.[૩૪]
હકારાત્મક
- શ્રમ બજાર ગોઠવણ
- કેનેશિયન્સ માને છે કે વાસ્તવિક વેતનમાં થયેલા ઘટાડાને અનુકૂળ થવાની પ્રક્રિયા ધીમી હોય છે. તેનાથી શ્રમ બજારમાં લાંબા સમયે અસંતુલન અને ઊંચી બેરોજગારીની સ્થિતિ ઊભી થઈ શકે છે. જો વાસ્તવિક વેતનને સ્થિર રાખવામાં આવ્યા હોય તો ફુગાવાથી વેતનમાં ઘટાડો થાય છે, ત્યારે કેનેશિયન્સ દલીલ કરે છે ફુગાવો અર્થતંત્ર માટે સારો પણ છે, કારણ કે તેનાથી શ્રમ બજારમાં ઝડપથી સમાનતા (આવકની વહેંચણીના સંદર્ભ)માં આવે છે.
- પગલાં લેવાનો અવકાશ
- નાણાંના પુરવઠા પર અંકુશ રાખવા માટેનું પ્રાથમિક માધ્યમ ડિસ્કાઉન્ટ રેટ (બેન્કો મધ્યસ્થ બેન્કો પાસેથી ધિરાણ મેળવે છે તે વ્યાજદર) નિર્ધારિત કરવાની ક્ષમતા અને ઓપન માર્કેટ કામગીરી છે. ઓપન માર્કેટ કામગીરી એટલે વ્યાજદરને નિયંત્રિત રાખવાના હેતુ સાથે બોન્ડ માર્કેટમાં મધ્યસ્થ બેન્ક દ્વારા કરવામાં આવતી દરમિયાનગીરી. હવે જો અર્થતંત્રમાં નીચા અથવા લગભગ શૂન્ય વ્યાજદર સાથે મંદી હોય તો પછી મધ્યસ્થ બેન્ક અર્થતંત્રને વેગ આપવા (સ્ટીમ્યુલસ) માટે આ વ્યાજદરમાં વધુ ઘટાડો કરી શકતી નથી (કારણ કે નકારાત્મક વ્યાજદર રાખવાનું અશક્ય છે)- આ સ્થિતિ તરલતાની જાળ તરીકે પણ ઓળખાય છે. ફુગાવાના મધ્યકક્ષાના દરથી વ્યાજદરને પણ શૂન્ય કરતા પૂરતા પ્રમાણમાં ઉપર રાખી શકાય છે, તેથી તો જરૂરિયાત ઊભી થાય તો મધ્યસ્થ બેન્કને વ્યાજદરમાં ઘટાડો કરવાનો અવકાશ મળે છે.
- મુન્ડેલ-ટોબિન અસર
- નોબેલ પારિતોષિક વિજેતા રોબર્ટ મુન્ડેલે નોંધ્યું છે કે મધ્યકક્ષાના ફુગાવાથી બચતકર્તાને ભાવિ ખર્ચને પહોંચી વળવાના સાધન તરીકે કેટલાંક નાણાંના સંગ્રહમાથી ધિરાણની પ્રેરણા મળે છે. આ પ્રકારના અવેજીકરણથી વાસ્તવિક વ્યાજદરમાં ઘટાડો થાય છે.[૩૫] વાસ્તવિક વ્યાજદર નીચા રહેવાથી રોકાણ માટે વધુ ધિરાણને ઉત્તેજન આપે છે. તેવી જ રીતે, નોબલ પારિતોષક વિજેતા જેમ્સ ટોબિને નોંધ્યું હતું કે આવો ફુગાવો તેમના અસ્ક્યામત પોર્ટફોલિયોમાં નાણાં સંતુલન માટે ભૌતિક મૂડી (પ્લાન્ટ, સાધનો અને ઇન્વેન્ટરી)માં બિઝનેસ રોકાણની અવેજી કરશે. અવેજીનો અર્થ છે વાસ્તવિક વળતરના નીચા દર સાથે રોકાણ કરવાની પસંદગી કરવી. (વળતરના દર નીચા હોય છે, કારણ કે વળતરના ઊંચા દરો સાથેનું રોકાણ અગાઉ થઈ ગયું છે)[૩૬] આ બંને સંબંધિત અસરો મુન્ડેન-ટોબિન અસર તરીકે ઓળખાય છે. આર્થિક વૃદ્ધિના સિદ્ધાંતના મોડલ મુજબ જો અર્થતંત્રમાં વધુ પડતું રોકાણ ન થઈ રહ્યું હોય તો આ અસરથી આ વધારાનું રોકાણ હકારાત્મક છે.
- ડિફ્લેશન (ભાવમાં સતત ઘટાડો) સાથે અસ્થિરતા
- અર્થશાસ્ત્રી એસ.સી ત્સાઇંગે નોંધ્યું છે કે ભાવમાં સતત ઘટાડા (ડિફ્લેકશન)ની ધારણા હોય ત્યારે બે મહત્ત્વની અસરો દેખાવા લાગે છે, જે બંને અસરો બચતના માધ્યમ તરીકે ધિરાણની જગ્યાએ નાણાંના સંગ્રહના પરિણામે ઉદભવે છે.[૩૭] પ્રથમ એ કે ભાવમાં સતત ઘટાડો થાય છે અને તેના પરિમાણે નાણાંનો સંગ્રહ કરવાનું પ્રોત્સાહન મળે છે અને આ પ્રવૃત્તિમાં વધુ વધારાની ધારણાએ અસ્થિરતા ઊભી થાય છે. નાણાંના સંગ્રહમાં મૂલ્યના સંદર્ભમાં વધારો થાય છે, પરંતુ સંગ્રહ કરવામાં આવેલા નાણાંના આ મૂલ્ય સામે જોખમ હોય છે, કારણ કે પછીથી લોકોને લાગે છે કે સંગ્રહ કરવામાં આવેલા આ નાણાંનો બજારમાં પ્રવાહ આવ્યા પછી માલસામાન અને અસ્ક્યામતોના ભાવમાં ઝડપથી વધારો થશે. આ સંગ્રહ કરાયેલા નાણાંનો ખર્ચ કરવાની કોઇપણ હિલચાલની ‘એકવખત શરૂઆત ત્યારે તે પુષ્કળ નાણાં પ્રવાહ બને છે અને આ નાણાં ખર્ચાઇ જાય તે પહેલા લાંબા સમય સુધી બજારમાં ધમાલ મચાવી દે છે.’[૩૮] તેથી લાંબા ગાળાના ડિફ્લેશન પછી ઝડપી તીવ્ર ફુગાવાની સ્થિતિ ઊભી થવાની શક્યતા રહે છે અને તેના પરિમાણે અર્થતંત્રમાં જોરદાર વિક્ષેપ ઊભો થાય છે. મધ્યમ કક્ષાનો અને સ્થિર ફુગાવો ભાવમાં આ તીવ્ર વઘઘટ જેવી સ્થિતિને ટાળે છે.
- ડિફ્લેશનની સાથે નાણાંકીય બજારમાં બિનકાર્યક્ષમતા
- ત્સાઇંગે નોંધેલી બીજી અસર એ છે કે જ્યારે બચતકર્તા નાણાં બજારમાં ધિરાણ માટેના નાણાંનો સંગ્રહ કર્યો હોય ત્યારે બચતોને રોકાણમાં વાળવાની બજારોની ભૂમિકાની અવગણના થાય છે. ઊંચુ વળતર આપતા નાણાંકીય અસ્ક્યામત સાથે સ્પર્ધાને કારણે પ્રવર્તમાન વ્યાજદર શૂન્ય અથવા લગભગ શૂન્ય થઈ જાય છે અને આવા બજારમાં કોઇ ભાવ નિર્ધારણ વ્યવસ્થાતંત્ર રહેતું નથી. જયારે નાણાંકીય બજારની કાર્યક્ષમતાનું મરણ જાય છે, ત્યારે બાકીના માલસામાન અને ભૌતિક અસ્ક્યામતના ભાવો અનુરુચિત દિશામાં આગળ વધે છે. ઉદાહરણ તરીકે બચત માટેની ઇચ્છામાં વધારો થવાથી વ્યાજદરમાં વધુ ઘટાડો (અને તેના પગલે રોકાણમાં પ્રોત્સાહન) થતો નથી, પરંતુ તેની જગ્યાએ વધુ નાણાંનો સંગ્રહ થાય છે અને ગ્રાહક ભાવમાં વધુ ઘટાડો થાય છે અને તેથી ગ્રાહક પ્રોડક્સના ઉત્પાદન માટેનું રોકાણ ઓછું આકર્ષક બને છે. મધ્યમ કક્ષાનો ફુગાવો, કે જેની ધારણામાં વ્યાજ દરના પરિબળનો સમાવેશ થઇ જાય છે તે પછી તે વ્યાજ દરને વધારા અને ઘટાડા તરફી દિશા માટે અવકાશ પૂરો પાડે છે. અહીં રોકાણની તક કે બચતકર્તાની પસંદગીના આધારે તેમાં વધઘટ શક્ય બને છે. તેથી નાણાંકીય બજારો રાબેતા મુજબ કામગીરી કરી શકે છે.
કારણો

વર્ષોથી ફુગાવાના કારણ શું છે અને તેની અસર શું છે તે પ્રશ્ન અંગે ઘણું આર્થિક સાહિત્ય લખાયું છે. ફુગાવાના કારણ માટે જુદા જુદા અભિપ્રાય પ્રવર્તે છે. મોટા ભાગના અભિપ્રાયને બે વ્યાપક વર્ગમાં વિભાજિત કરી શકાય છે, જેમાં ફુગાવાના ગુણવત્તા સિદ્ધાંત અને ફુગાવાની જથ્થાત્મક સિદ્ધાંતનો સમાવેશ થાય છે. ફુગાવાનો ગુણવત્તા સિદ્ધાંત વેચાણકર્તાની એવી ધારણા પર આધાર રાખે છે કે જેમાં વેચાણકર્તા એક ખરીદદાર તરીકે ઇચ્છનીય વસ્તુઓ પછીના સમયે ખરીદી શકાય તે માટે ચલણનો સ્વીકાર કરે છે. ફુગાવાનો જથ્થાત્મક સિદ્ધાંત નાણાંના જથ્થાત્મક સમીકરણો પર આધાર રાખે છે, જેમાં નાણાંના પુરવઠા, તેનો વેગ, હૂંડિયામણનું વાસ્તવિક મૂલ્ય વગેરેનો સમાવેશ થાય છે. આદામ સ્મિથ અને ડેવિડ હ્યુમે નાણાં માટે ફુગાવાનો જથ્થાત્મક સિદ્ધાંત અને ઉત્પાદન માટે ફુગાવાનો ગુણવત્તા સિદ્ધાંત રજૂ કર્યો હતો. ઢાંચો:Citation needed
હાલમાં ફુગાવાના જથ્થાત્મક સિદ્ધાંતનો લાંબા ગાળામાં ફુગાવાના સચોટ મોડલ તરીકે વ્યાપક સ્વીકાર થઈ રહ્યો છે. તેના પરિમાણે હવે અર્થશાસ્ત્રીમાં એવી વ્યાપક સર્વસંમતી પ્રવર્તે છે કે ફુગાવાનો દર ખાસ કરીને નાણાં પુરવઠાના વૃદ્ધિ દર પર વધારે આધાર રાખે છે. જોકે ટૂંકા અને મધ્યમ ગાળા માટે ફુગાવાને અર્થતંત્રના માગ અને પુરવઠાના દબાણની અસર થઈ શકે છે તેમજ તેને વેતન, ભાવ અને વ્યાજ દરની તુલનાત્મક અનુકુલન ક્ષમતાની અસર થાય છે.[૩૯] ટૂંકા ગાળાની અસરો મહત્ત્વની બની શકે તેટલી લાંબી ચાલે છે કે નહીં તે પ્રશ્ન મોનેટારિસ્ટ અને કેનેશિયન અર્થશાસ્ત્રીઓ વચ્ચેની ચર્ચાનો કેન્દ્રીય મુદ્દો છે. મોનેટરિઝમ મુજબ ભાવ અને વેતનમાં એટલા ઝડપથી ફેરફાર થાય છે કે જેનાથી સામાન્ય ટ્રેન્ડ પર બીજા પરિબળોની અસર નજીવી બની જાય છે. કેનેશિયન અભિપ્રાય મુજબ ભાવ અને વેતન જુદા જુદા દરે એડજસ્ટ થાય છે અને આ તફાવતોની અર્થતંત્રમાં લોકોની દ્રષ્ટિમાં ‘લાંબા ગાળા’ની વાસ્તવિક ઉત્પાદન પર અસર થાય છે.
કેનેશિયન અભિપ્રાય
કેનેશિયન આર્થિક સિદ્ધાંત મુજબ નાણાંના પુરવઠામાં ફેરફારથી ભાવને સીધી અસર થતી નથી અને ફુગાવો અર્થતંત્રના દબાણોનું પરિણામ છે, આ દબાણો ભાવમાં ફેરફારના સ્વરૂપમાં દેખાય છે. ફુગાવો માટે નાણાંનો પુરવઠો મહત્ત્વનું પરિબળ છે, પરંતુ તે એકમાત્ર પરિબળ નથી.
રોબર્ટ જે ગોર્ડન જેને ‘ત્રિભૂત મોડલ’ તરીકે ઓળખાવે છે તે મોડલના ભાગ તરીકે ફુગાવાના મુખ્ય ત્રણ પ્રકારો છે:[૪૦]
- માગ આધારિત ફુગાવો નું કારણ ખાનગી અને સરકારી ખર્ચ વગેરેમાં વધારાને કારણે એકંદર માગમાં વધારો છે. માગ આધારિત ફુગાવો આર્થિક વૃદ્ધિના ઝડપી દર માટે હકારાત્મક છે, કારણ કે વધારાની માગ અને બજારની સાનુકુળ સ્થિતિથી રોકાણ અને વિસ્તરણને પ્રોત્સાહન મળે છે.
- ખર્ચ આધારિત ફુગાવો , જે ‘સપ્લાય શોક ફુગાવા’ તરીકે પણ ઓળખાય છે, આવો ફુગાવો એકંદર પુરવઠા (સંભવત ઉત્પાદન)માં ઘટાડાને કારણે ઉદભવે છે. તેનું કારણ કુદરતી આપત્તિ અથવા કાચા માલના ઊંચા ભાવ હોઇ શકે છે. ઉદાહરણ તરીકે ક્રૂડ તેલના પુરવઠામાં આકસ્મિક ઘટાડો થાય તો ક્રૂડ તેલના ભાવમાં વઘારો થાય છે અને તેનાથી ખર્ચ આધારિત ફુગાવો ઉદભવે છે. ક્રૂડ તેલ જેમના માટે કાચા માલો હોય છે તેવા ઉત્પાદકો પછી તેમની પ્રોડક્ટ્સના ભાવ વધારાના સ્વરૂપમાં આ બોજ ગ્રાહકો પર નાંખે છે.
- બિલ્ટ-ઇન ફુગાવો, ભૂતકાળમાં થયું હતું તેના આધારે ભવિષ્યમાં થશે તેવી લોકોની સ્વીકાર્ય ધારણાને આધારે ઉદભવે છે અને તેને ઘણીવાર ‘ભાવ/વેતનમાં તીવ્ર વધારા’ સાથે જોડવામાં આવે છે. આ સ્થિતિમાં કામદારો ભાવો (ફુગાવાના દર કરતા ઊંચા સ્તર) કરતા તેમના વેતનને ઊંચા રાખવાનો પ્રયાસ કરે છે અને કંપનીઓ ભાવ વધારાના સ્વરૂપમાં મજૂર ખર્ચમાં થયેલા આ વધારાને ગ્રાહકો પર નાંખે છે અને તેનાથી ‘દુશ્ચક્ર’ ચાલુ થાય છે. બિલ્ડ ઇન ફુગાવો ભૂતકાળની ઘટનાઓ દર્શાવે છે અને તેથી તેને હેન્ગઓવર ફુગાવા તરીકે પણ જોવામાં આવે છે.
માગ આધારિત ફુગાવાના સિદ્ધાંત મુજબ અર્થતંત્ર (તેની સંભિવત ઉત્પાદન)ની ઉત્પાદન કરવાની ક્ષમતા કરતા પણ કુલ માગમાં જ્યારે વધુ વધારો થાય છે ત્યારે ફુગાવાના દરને વેગ મળે છે. માટે કુલ માંગને વધારતા કોઇ પણ પરિબળને કારણે ફુગાવો થાય છે.[૪૧] જોકે લાંબા ગાળે અર્થતંત્રના વાસ્તવિક વૃદ્ધિ દર કરતા બજારમાં નાણાંના પુરવઠામાં વધુ ઝડપી વધારો કરીને ઉત્પાદક ક્ષમતા કરતા માગને વધુ ઊંચી રાખી શકાય છે. બીજુ કારણ (ઓછુ જાણીતું છે) નાણાં માટેની માગ માં તીવ્ર ઘટાડો છે, આવી સ્થિત બ્લેક ડેથના રોગચાળા દરમિયાન યુરોપમાં અને 1945માં જાપાનના પરાજયના થોડા સમય પહેલા જાપાનના કબજા હેઠળના વિસ્તારમાં જોવી મળી હતી.
ગૃહ યુદ્ધ જેવી કટોકટીમાં સરકાર ખૂબ જ વધુ નાણાંનું છાપકાપ કરીને ખર્ચ કરે ત્યારે ફુગાવા પર નાણાંની અસર સૌથી વધારે દેખાય છે. તેનાથી ઘણીવાર અતિફુગાવા ઉદભવે છે, જેમાં ભાવો એક મહિના અથવા તેના કરતા ઓછા સમયમાં ભાવ બમણા થઈ શકે છે. ફુગાવાના મધ્યકક્ષાના સ્તરને નિર્ધારિત કરવામાં નાણાંનો પુરવઠો મહત્ત્વની ભૂમિકા ભજવે તેવું પણ માનવામાં આવે છે, પરંતુ તે પરિબળ કેટલાં મહત્ત્વનું છે તે અંગે જુદા જુદા મત છે. ઉદાહરણ તરીકે મોનેટરિસ્ટ અર્થશાસ્ત્રીઓ માને છે કે આ જોડાણ ખુબ જ મજબૂત છે. કેનેશિયન અર્થશાસ્ત્રીઓ માને છે કે ફુગાવાને નક્કી કરવામાં નાણાંના પુરવઠા કરતા અર્થતંત્રમાં કુલ માગ વધુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ રીતે કેનેશિયન અર્થશાસ્ત્રીઓ માને છે કે નાણાંનો પુરવઠો બજારમાં એકંદર માગને અસર કરતા ઘણા પરિબળો પૈકીનું એકમાત્ર પરિબળ છે.
કેટલાંક કેનેશિયન અર્થશાસ્ત્રીઓ એવા અભિપ્રાય સાથે પણ સંમત થતા નથી કે મધ્યસ્થ બેન્કોનો નાણાંના પુરવઠા પર સંપૂર્ણ અંકુશ છે. તેઓ દાવો કરે છે કે મધ્યસ્થ બેન્કનો અંકુશ ઘણો ઓછો છે, કારણ કે નાણાંનો પુરવઠો વાણિજ્યિક બેન્ક દ્વારા જારી કરવામાં આવતા બેન્ક ધિરાણની માગ મુજબ રહે છે. આ અભિપ્રાયને બજાર તેની જરૂરિયાત મુજબ નાણાંનો પુરવઠો રાખે છે તે ઇન્ડોજિનિયસ મની સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે અને તેનું 1960ના દાયકા સુધી પોસ્ટ કેનેશિયન અર્થશાસ્ત્રીઓએ જોરદાર સમર્થન કર્યું હતું. તે હાલમાં ટેલર રૂલના હિમાયતીઓનું મુખ્ય કેન્દ્ર બની છે. આ અભિપ્રાયનો સર્વત્ર સ્વીકાર થયો નથી, કારણ કે બેન્કો લોન આપીને નાણાંનું સર્જન કરે છે, પરંતુ લોનના એકંદર કદમાં વાસ્તવિક વ્યાજદરમાં વધારો થાય ત્યારે ઘટાડો થાય છે. તેથી મધ્યસ્થ બેન્ક નાણાંને સસ્તા બનાવી કે મોંઘા બનાવીને નાણાં પુરવઠાને નિર્ધારિત કરે છે અને તેથી તેના ઉત્પાદમાં વધારો કે ઘટાડો થાય છે.
ફુગાવાના પૃથક્કરણમાં મૂળભૂત ખ્યાલ ફુગાવો અને બેરોજગારી વચ્ચેનો સંબંધ છે, જેને ફિલિપ્સ કર્વ તરીકે ઓળખવામાં આવે છે. આ મોડલ સૂચવે છે કે ભાવ સ્થિરતા અને રોજગારી વચ્ચે ટ્રેડ ઓફ (એકના ભોગે બીજાનું બલિદાન) છે. તેથી બેરોજગારીને લઘુતમ રાખવા માટે ફુગાવાનો અમુક સ્તર ઇચ્છનીય માનવામાં આવે છે. ફિલિપ્સ કર્વ મોડલમાં 1960ના દાયકાના અમેરિકાના અનુભવનું વર્ણન કરવામાં આવ્યું છે, તે મોડલ 1970ના દાયકામાં જોવા મળેલી આર્થિક સ્થગિતતા અને વધતા જતા ફુગાવાના મિશ્રણ (ઘણીવાર સ્ટેગફ્લેશન તરીકે ઓળખાય છે)ને સમજવામાં નિષ્ફળ રહ્યું છે.
તેથી આધુનિક સર્વાંગી અર્થવ્યવસ્થામાં ફિલિપ્સ કર્વનો ઉપયોગ કરીને ફુગાવાનું વર્ણન કરવામાં આવે છે, જેમાં પુરવઠામાં આંચકા જેવા પરિબળોને કારણે ફેરફાર (ફુગાવા અને બેરોજગારીમાં ફેરફાર વચ્ચે સંતુલન) થાય છે અને ફુગાવો અર્થતંત્રની સામાન્ય કાર્યપદ્ધતિના આધારે સર્જાય છે. પહેલા પરિબળ 1970ના દાયકાની ઓઇલ શોક જેવી ઘટનાઓનો ઉલ્લેખ કરે છે, જ્યારે પછીનું પરિબળમાં ફુગાવાથી અર્થતંત્રને થતી ‘સામાન્ય’ અસર માટે જવાબદાર ભાવ/વેતન વધારા અને ફુગાવાજન્ય ધારણાનો ઉલ્લેખ કરે છે. તેથી ફિલિપ્સ કર્વ તેમના ત્રિભૂજ મોડલના માત્ર માગ આધારિત પરિબળનું પ્રતિનિધિત્વ કરે છે.
આ થીયરીનો બીજો ખ્યાલ સંભવિત ઉત્પાદન (ઘણીવાર ‘કુદરતી કુલ ઘરેલુ ઉત્પાદન’તરીકે ઓળખાય છે), જે જીડીપી (GDP)નું એક સ્તર છે અને તેમાં અર્થતંત્ર સંસ્થાકીય અને કુદરતી અવરોધોની વચ્ચે ઉત્પાદનની શ્રેષ્ઠતમ સપાટીએ હોય છે. (ઉત્પાદનનું આ સ્તર બેરોજગારીના બિન-વૃદ્ધિજનક ફુગાવા, એનએઆઇઆરયુ (NAIRU), અથવા બેરોજગારીના ‘કુદરતી’ દર અથવા સંપૂર્ણ રોજગારી દર સાથે સાનુકુળ હોય છે.) જો જીડીપી (GDP)માં તેની સંભાવના કરતા વધુ વધારો થાય (અને બેરોજગારી એનએઆઇઆરયુ (NAIRU) કરતા નીચી હોય) તો આ થીયરી કહે છે કે ફુગાવામાં વધારો થશે, કારણ કે સપ્લાયર્સ તેમના ભાવમાં વધારો કરે છે અને બિલ્ડ-ઇન ફુગાવો વધુ તીવ્ર બને છે. જો જીડીપી (GDP) તેની સંભાવના સ્તરથી નીચી હોય તો (અને બેરોજગારી એનએઆઇઆરયુ (NAIRU) કરતા વધુ હોય) તો ફુગાવામાં ઘટાડો થશે, કારણ કે સપ્લાયર્સ ભાવમાં ઘટાડો કરીને તેમની વધારાની ક્ષમતાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે અને બિલ્ડ-ઇન ફુગાવો ઘટશે.[૪૨]
જોકે નીતિ નિર્ધારણના હેતુ માટે આ થીયરીની એક સમસ્યા એ છે કે સંભવિત ઉત્પાદનનું (અને એનએઆઇઆરયુ (NAIRU))નું ચોક્કસ સ્તર સામાન્ય રીતે જાણી શકાતું નથી અને તેમાં સમય સાથે ફેરફાર થાય છે. ફુગાવો અપ્રમાણસર રીતે પણ વર્તે છે એટલે કે ફુગાવામાં વધારો ઝડપી થાય છે અને ઘટાડો તેટલી ઝડપથી થતો નથી. વધુ ખરાબ સ્થિતિ એ કે તેમાં નીતિને કારણે ફેરફાર થઈ શકે છે. ઉદાહરણ તરીકે બ્રિટનના વડાપ્રધાન માર્ગારેટ થેચરના શાસન હેઠળ ઊંચી બેરોજગારીને કારણે એનએઆઇઆરયુ (NAIRU) (અને સંભવિત ઉત્પાદનમાં ઘટાડો) વધારો થયો હતો, કારણ કે ઘણા બેજરોગાર લોકો માળખાકીય રીતે બેરોજગાર બન્યા હતા (બેરોજગારી પણ જુઓ), તેઓ પોતાની કુશળતા મુજબની નોકરી શોધી શક્યા ન હતા. માળખાકીય બેરોજદારીમાં વધારો સૂચવે છે કે માનબળની ઓછી ટકાવારી એનએઆઇઆરયુ (NAIRU)એ રોજગારી મેળવી શકે છે, જેમાં અર્થતંત્ર વૃદ્ધિજનક ફુગાવાની સ્થિતિમાં પ્રવેશ કરવાનું ટાળે છે.
મોનેટારિસ્ટ અભિપ્રાય
મોનેટારિસ્ટ્સ માને છે કે ફુગાવો કે ડિફ્લેશન (ભાવમાં ઘટાડો)ને અસર કરતું સૌથી વધુ મહત્ત્વનું પરિબળ નાણાંના પુરવઠામાં કેટલો ઝડપથી વધારે કે ઘટાડો થાય છે તે છે. તેઓ માને છે કે નાણાંકીય નીતિ અથવા સરકારનો ખર્ચ અને કરવેરા, ફુગાવાને અંકુશમાં લેવા માટે અસરકારક છે.[૪૩] જાણીતા મોનેટારિસ્ટ અર્થશાસ્રી મિલ્ટન ફ્રિડમેનના જણાવ્યા અનુસાર ‘ફુગાવો નાણાંકીય વ્યવસ્થામાં હંમેશા અને સર્વત્ર હોય છે.’ [૪૪] જોકે કેટલાંક મોનેટારિસ્ટ્સ ખૂબ ટૂંકાગાળાની સ્થિતિ માટેનો અપવાદ આપીને આ સિદ્ધાંતને માન્ય રાખે છે.
મોનેટારિસ્ટ દ્રઢપણે માને છે કે નાણાંકીય ઇતિહાસનો અનુભવ આધારિત અભ્યાસ દર્શાવે છે કે ફુગાવો હંમેશા નાણાંકીય ઘટના છે. નાણાંનો જથ્થાત્મક સિદ્ધાંત જણાવે છે કે સિસ્ટમમાં નાણાંના પ્રમાણમાં કોઇ પણ ફેરફારથી ભાવના સ્તરમાં ફેરફાર થશે. આ સિદ્ધાંત નીચે મુજબના વિનિમયના સમીકરણથી શરૂ થાય છેઃ
જ્યાં
- એ નાણાંનો જથ્થો સૂચવે છે
- એ અંતિમ ખર્ચમાં નાણાંનો વેગે દર્શાવે છે.
- એ સામાન્ય ભાવ સ્તર દર્શાવે છે.
- એ અંતિમ ખર્ચના વાસ્તવિક મૂલ્યનો સૂચકાંક છે.
- એ સામાન્ય ભાવ સ્તર દર્શાવે છે.
- એ અંતિમ ખર્ચમાં નાણાંનો વેગે દર્શાવે છે.
આ સૂત્રમાં સામાન્ય ભાવ સ્તર સામાન્ય રીતે અર્થતંત્રની વાસ્તવિક પ્રવૃત્તિના સ્તર(Q ), નાણાંના જથ્થા(M ) અને નાણાંના વેગ (V ) સાથે જોડાયું છે. આ સૂત્ર સ્થિર સમીકરણ છે, કારણ કે નાણાંના વેગ (V )ને અંતિમ વાસ્તવિક ખર્ચ અને નાણાંના જથ્થા(M )ના ગુણોત્તર તરીકે ગણવામાં આવે છે.
મોનેટારિસ્ટ એવી પૂર્વધારણા બાંધે છે કે નાણાંકીય નીતિથી નાણાંની તીવ્રતાને અસર (ઓછામાં ઓછા લાંબા ગાળા) થતી નથી અને ઉત્પાદનનું વાસ્તવિક મૂલ્ય લાંબા ગાળે અર્થતંત્રની ઉત્પાદક ક્ષમતા દ્વારા નિર્ધારિત થાય છે. આ પૂર્વધારણા હેઠળ સામાન્ય ભાવ સ્તરમાં ફેરફારનું પ્રાથમિક કારણ નાણાંના જથ્થામાં ફેરફાર છે. બાહ્ય પરિબળો આધારિત વેગ (એટલે કે આ વેગ નાણાંકીય નીતિથી નહીં, પરંતુ બાહ્ય પરિબળોથી નિર્ધારિત થાય છે) સાથે નાણાંનો પુરવઠો ટૂંકાગાળા માટે કુલ ઉત્પાદનના મૂલ્ય (જે અંતિમ ખર્ચ જેટલું છે) નિર્ધારિત કરે છે. વ્યવહારમાં તીવ્રતા ટૂંકાગાળા માટે બાહ્ય પરિબળ આધારિત હોતી નથી અને તેથી આ સૂત્ર નાણાં પુરવઠા અને કુલ ઉત્પાદન વચ્ચેના ટૂંકા ગાળાના સ્થિર સંબંધને સૂચિત કરે તે જરૂરી નથી. જોકે લાંબા ગાળે ચુકવણીના માધ્યમોના આવિષ્કાર સાથે લાંબા ગાળા માટે તીવ્રતામાં ફેરફાર નિર્ધારિત થતો હોવાની ધારણા છે. જો વેગને નાણાંકીય નીતિથી અસર થતી ન હોય તો લાંબા ગાળે ભાવમાં વધારાનો દર (ફુગાવાનો દર) નાણાંના પુરવઠામાં લાંબા ગાળાના વધારાના દર જેટલો હોય તેમજ વેગ વૃદ્ધિના લાંબા ગાળાના દર માઇનસ વાસ્તવિક ઉત્પાદનના લાંબા ગાળાના દર જેટલી હોય છે.[૭]
બેરોજગારી
19મી સદીમાં મોટા પાયે બેજરોજગારીનો ઉદભવ થયો ત્યારથી ફુગાવા અને બેરોજગારી વચ્ચેના સંબંધને જોડવામાં આવી રહ્યો છે અને આજે પણ આ સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. માર્કસિયન અર્થશાસ્ત્રમાં બેરોજગાર લોકો કામદારોની અનામત ફોજની ગરજ સારે છે, જે વેતનમાં ફુગાવાને નિયંત્રિત કરે છે. 20મી સદીમાં કેનેશિયન અર્થશાસ્ત્રમાં આવા જ કન્સેપ્ટ્સમાં એનએઆઇઆરયુ (NAIRU) (બેરોજગારીના દરમાં બિન વૃદ્ધિજનક ફુગાવો) અને ફિલિપ્સ કર્વનો સમાવેશ થાય છે.
તાર્કિદ ધારણાઓ આધારિત સિદ્ધાંત
ઢાંચો:Main તાર્કિદ ધારણા આધારિત સિદ્ધાંત મુજબ આર્થિક ખેલાડીઓ તેમની સુખાકારીને મહત્તમ કરવા માટે ભાવિ સ્થિતિનો તાર્કિક વિચાર કરે છે અને માત્ર હાલના તકવાદી ખર્ચ કે દબાણને આધારે નિર્ણય કરતા નથી. ખાસ કરીન મોનેટારિઝમ આધારિત આ સિદ્ધાંતમાં ભાવિની ધારણાઓ અને વ્યૂહરચનાઓ પણ ફુગાવા માટે મહત્ત્વના પરિબળો બને છે.
તાર્કિક ધારણા આધારિત સિદ્ધાંતનું હાર્દ પાસુ એ છે કે આર્થિક ખેલાડીઓ ઊંચા ફુગાવાની ધારણાને પૂરી કરતા હોય તેમ વરતીને મધ્યસ્થ બેન્કના નિર્ણયોની ‘અવગણના’ કરવાનો પ્રયાસ કરે છે. આનો અર્થ એવો થાય છે કે મધ્યસ્થ બેન્કોએ ફુગાવા સામે લડત આપવા માટે તેની વિશ્વસનિયતા સ્થાપિત કરવી પડે છે અથવા આર્થિક ખેલાડીઓ એવી ધારણા બાંધી લે છે કે મધ્યસ્થ બેન્ક ઊંચા ફુગાવાના ભોગે પણ મંદીને અટકાવવા માટે નાણાંના પુરવઠામાં ઝડપથી વધારો કરશે. તેથી જો ફુગાવા સામે લડત આપવાની નીતિ જાહેર કરતી વખતે મધ્યસ્થ બેન્ક ફુગાવા અંગે ‘નરમ’ છે તેવી છાપ પડે તો આર્થિક ખેલાડીઓ એવી ઘારણા બાંધી લે છે કે આ નીતિ ચાલુ રહેશે અને તેથી તેમની ફુગાવાની ધારણા ઊંચી હોય છે અને તેથી ફુગાવો પણ ઊંચો રહે છે. બીજી તરફ જો મધ્યસ્થ બેન્ક ફુગાવા અંગે ‘કડક’ હોવાની છાપ હોય તો આવી નીતિવિષયક જાહેરાત પર લોકોને વિશ્વાસ બેસે છે અને ફુગાવાજન્ય ધારણામાં ઝડપથી ઘટાડો થાય છે અને તેથી ફુગાવો પણ ઓછામાં ઓછા આર્થિક વિક્ષેપ સાથે ઝડપથી ઘટે છે.
ઓસ્ટ્રિયન અભિપ્રાય
- આ મુદ્દા માટેની વધુ વિગત માટે નાણાંકીય ફુગાવા અને ફુગાવા અંગેના ઓસ્ટ્રિયન અભિપ્રાયને જુઓ.
ઓસ્ટ્રિયન સિદ્ધાંત માને છે કે ફુગાવો વાસ્તવમાં નાણાંના પુરવઠામાં વધારો છે, ભાવ વધારો માત્ર તેનું પરિણામ છે અને આર્થિક ભાષાકીય ફેરફાર ફુગાવાની વ્યાખ્યા નક્કી કરવામાં મહત્ત્વના છે.[૪૫] ઓસ્ટ્રિયન ભાર મૂકીને જણાવે છે કે ફુગાવો વિવિધ પ્રમાણમાં ભાવને અસર કરે છે, એટલે કે અર્થતંત્રના એક ક્ષેત્ર કરતા બીજા ક્ષેત્રોમાં ભાવ વધારો વધુ તીવ્ર હોય છે. આ અસમાનતાનું કારણ એ છે કે વધારાના નાણાં હાઉસિંગ, શેર, કે આરોગ્ય સંભાળ જેવા કેટલાંક ક્ષેત્રોમાં એકત્રિત થાય છે. આ અસમાનતાને કારણે ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓ દલીલ કરે છે કે ફુગાવાની અસરનું મૂલ્યાંકન કરતી વખતે એકંદર ભાવ સ્તરની માહિતી સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરે છે. ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓ નાણાંના નવા એકમોની વૃદ્ધિ જે વિનિમયમાં તાકીદે ઉપયોગ માટે ઉપલબ્ધ છે, અને જેનું સર્જન સમયાંતરે થયું છે તેને ધ્યાનમાં રાખીને ફુગાવાની ગણતરી કરે છે.[૪૬][૪૭][૪૮]
રિયલ બિલ્સ સિદ્ધાંત
ઢાંચો:Main નાણાં આધાર તરીકે સ્થાવર અસ્ક્યામત (સોના કે ચાંદીના સિક્કા વગેરે)નો સંદર્ભ નાણાંનો જથ્થાત્મક સિદ્ધાંત અને રિયલ બિલ્સ સિદ્ધાંત (આરબીડી (RBD)) વચ્ચેનો એક મહત્ત્વનો વિવાદ છે. આ કન્સેપ્ટ મુજબ જથ્થાત્મક સિદ્ધાંતમાં આંશિક અનામત નાણાંનું સ્તર બેન્ક પાસેના સિક્કા સામાન્ય રીતે સોનાના સિક્કા આધારિત હોય છે. અર્થશાસ્ત્રના ચલણ અને બેન્કિંગના સિદ્ધાંત આરબીડી (RBD)ની તરફદારી કરતા જણાવે છે કે બેન્કો પાસે ટ્રેડના બિલ કે જે ‘વાસ્તવિક બિલ’ છે અને વેપારીઓ પાસેથી ખરીદવામાં આવે છે તેના આધારે ચલણ ઇશ્યૂ કરવાની સત્તા આપવી જોઇએ. આ સિદ્ધાંત નાણાંકીય મજબૂતાઈની ‘બેન્કિંગ’ અને ‘ચલણ’ વિચારસરણી વચ્ચેના 19મી સદીના વિવાદ અને ફેડરલ રિઝર્વની રચનાના સંદર્ભમાં મહત્ત્વની હતી. 1913 પછી ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્ટાન્ડર્ડના પતનને પગલે અને સરકારની ખાધ આધારિત નાણાં વ્યવસ્થાની સિસ્ટમ અમલી બન્યા પછી આરબીડી (RBD) બિનમહત્ત્વનો ટોપિક બની રહ્યો છે અને તેનો કરંસી બોર્ડ જેવા મર્યાદિત સંદર્ભમાં ઉપયોગ થાય છે. તે હાલમાં સામાન્ય રીતે ખરાબ પ્રતિષ્ઠા ધરાવે છે અને ફેડરલ રિઝર્વના ગવર્નર ફ્રેડ્રિક મિશ્કીને આ સિદ્ધાંતને ‘સંપૂર્ણપણે બદનામ’ ગણાવીને તેની આકરી ટીકા કરી હતી.
બ્રિટનમાં 19મી સદી દરમિયાન ચલણ અથવા જથ્થાત્મક સિદ્ધાંત અને બેન્કિંગ સ્કૂલ વચ્ચેની ચર્ચા હાલમાં પણ નાણાંની વિશ્વસનિયતા અંગે પ્રશ્નો ઊભા કરે છે. 19મી સદીમાં બેન્કિંગ સિદ્ધાંતની અમેરિકા અને ગ્રેટ બ્રિટનની નીતિ પર વ્યાપક પ્રભાવ પડ્યો હતો, જ્યારે કરંસી સ્કૂલની બિન- બ્રિટિશ દેશો અને ખાસ કરીને લેટિન મોનેટરી યુનિયન અને અગાઉના સ્કેન્ડેનેવિયન મોનેટરી યુનિયન એટલે કે ‘આ ખંડ’ પર વધુ પ્રભાવ પડ્યો હતો.
એન્ટી ક્લાસિક અથવા બેકિંગ સિદ્ધાંત
ક્લાસિકલ પોલિટિકલ ઇકોનોમીની સંબંધિત બીજો મુદ્દો નાણાંની એન્ટી-ક્લાસિક પૂર્વધારણા કે ‘બેકિંગ સિદ્ધાંત’ છે. બેકિંગ સિદ્ધાંત મુજબ નાણાંનું મૂલ્ય તેની જારીકર્તા એજન્સીની અસ્ક્યામતો અને જવાબદારીને આધારે નક્કી થાય છે.[૪૯] ક્લાસિક પોલિટિકલ ઇકોનોમી જથ્થાત્મક સિદ્ધાંતથી તદ્દન વિરુદ્ધ બેકિંગ સિદ્ધાંતમાં જારી કરનાર સત્તાવાળોએ ત્યાં સુધી ફુગાવાને અસર કર્યા વગર નાણાંને જારી કરી શકે છે જ્યાં સુધી તેમની પાસે પરત ખરીદીને આવરી લેવા માટે પૂરતી અસ્ક્યામતો હોય. આ સિદ્ધાંતના સમર્થકોની સંખ્યા ઘણી ઓછી છે, જેથી ફુગાવાના સંદર્ભમાં જથ્થાત્મક સિદ્ધાંતનું વર્ચસ્વ છે.ઢાંચો:Citation needed
ફુગાવા પર નિયંત્રણ
ફુગાવા પર અંકુશ કરવાના પ્રયાસો તરીકે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
નાણાં નીતિ

હાલમાં ફુગાવીને અંકુશમાં લેવા માટેનું પ્રાથમિક સાધન નાણાં નીતિ છે. મોટાભાગની મધ્યસ્થ બેન્કોને વાર્ષિક 2થી 4 ટકાના લક્ષ્યાંક દરને ધ્યાનમાં રાખીને ફેડરલ ફંડના ધિરાણદરને નીચા રાખવાની કામગીરી સોંપવામાં આવે છે, આ બેન્કો ફુગાવાને પણ પણ સામાન્ય રીતે વાર્ષિક આશરે 2થી 6 ટકાના રેન્જમાં રાખવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરતી હોય છે. નીચા હકારાત્મક ફુગાવાને સામાન્ય રીતે લક્ષ્ય બનાવવામાં આવે છે કારણકે ડિફ્લેશનરી સ્થિતિને અર્થતંત્રના આરોગ્ય માટે જોખમી ગણવામાં આવે છે.
ફુગાવાને અંકુશમાં લેવા માટે સંખ્યાબંધ પદ્ધતિના સૂચન થયેલા છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ જેવી મધ્યસ્થ બેન્કો વ્યાજ દરને નિર્ધારિત કરીને અને બીજા કામગીરી કરીને નોંધપાત્ર પ્રમાણમાં ફુગાવાને અસર કરી શકે છે. ફુગાવાને અંકુશમાં લેવા માટે મધ્યસ્થ બેન્કો સામાન્ય રીતે વ્યાજ દરમાં વધારો કરે છે અને નાણાંના પુરવઠાના ઘટાડો કરે છે. જે પરંપરાગત પદ્ધતિ છે અને તેમાં જુદો જુદો અભિગમ અપનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે કેટલીક મધ્યસ્થ બેન્કો સપ્રમાણ રીતે ફુગાવાને લક્ષ્ય બનાવે છે, જ્યારે બીજી કેટલીક મધ્યસ્થ બેન્કો ફુગાવા લક્ષ્યાંક કરતા વધી જાય ત્યારે તેને અંકુશમાં લેવાના પગલાં લે છે.
મોનેટારિસ્ટ્સ નાણાંના પુરવઠાના વૃદ્ધિદરને સ્થિર રાખવા પર ભાર મૂકે છે અને ફુગાવાને અંકુશમાં લેવા નાણાંકીય નીતિ (વ્યાજદરમાં વધારો અને નાણાં પુરવઠામાં ધીમો વધારો)નો ઉપયોગ કરે છે. કેનેશિયન અર્થશાસ્ત્રીઓ ફુગાવાને અંકુશમાં લેવા માટે આર્થિક વિસ્તરણ દરમિયાન કુલ માગમાં ઘટાડો કરવા પર અને મંદી દરમિયાન માગમાં વધારો કરવા પર ભાર મૂકે છે. કુલ માગ પર અંકુશ મૂકવા માટે નાણાંકીય નીતિ અને રોજકોષીય નીતિ (માગમાં ઘટાડો કરવા માટે કરમાં વધારો અથવા સરકારી ખર્ચમાં ઘટાડો) એમ બંનેને ઉપયોગ થઈ શકે છે.
પૂર્વ નિર્ધારિત વિનિમય દરો
પૂર્વ નિર્ધારિત હૂંડિયામણ દર ચલણ વ્યવસ્થામાં દેશના ચલણના મૂલ્યને બીજા દેશના ચલણ અથવા બીજા ચલણોના સમુહ (બાસ્કેટ) (અથવા ઘણીવાર મૂલ્યના બીજા માધ્યમ દાખલ તરીકે સોનું) સાથે જોડવામાં આવે છે. પૂર્વનિર્ધારિત હૂંડિયામણ દરનો સામાન્ય રીતે જે ચલણ સાથે કોઇ દેશના ચલણને જોડવામાં આવ્યું હોય તે મુજબ તેનું મૂલ્ય રાખવા માટે ઉપયોગ થાય છે. તે ફુગાવા પર અંકુશ કરવાના સાધન તરીકે પણ વાપરી શકાય છે. જોકે જો રેફરન્સ ચલણ (જે દેશ સાથે ચલણને જોડવામાં આવ્યું છે તે દેશનું ચલણ)ના મૂલ્યમાં વધારો કે ઘટાડો થાય તો) તેની સાથે જોડવામાં આવેલા ચલણના મૂલ્યમાં પણ વધારો કે ઘટાડો થાય છે. આનો અર્થ એવો થાય કે જો નિર્ધારિત વિનિમય દર ધરાવતા દેશોમાં ફુગાવાનો દર બીજા દેશ (જેની સાથે ચલણ જોડવામાં આવેલું છે તે દેશ)ના ફુગાવા દરને આધારે નક્કી થાય છે. વધુમાં પૂર્વનિર્ધારિત વિનિમય દરની વ્યવસ્થાને કારણે દેશ સર્વાંગી અર્થવ્યવસ્થામાં સ્થિરતા માટે પોતાની રીતે નાણાંકીય પગલા લઈ શકતા નથી.
બ્રેટોન વૂડ્સ સમજૂતી હેઠળ વિશ્વના મોટાભાગના દેશોએ તેમના ચલણને અમેરિકાના ડોલર સાથે જોડ્યા હતા. તેનાથી આ દેશોમાં ફુગાવો મર્યાદિત રહ્યો હતો, પરંતુ તેઓ સટ્ટાકીય હુમલાના જોખમનો શિકાર બન્યા હતા. બ્રેટન વૂડ્સ સમજૂતી 1970ના દાયકાની શરૂઆતમાં તૂટી પડી હતી અને વિશ્વના દેશો ધીમે ધીમે ફ્લોટિંગ એક્સ્ચેન્જ રેટ તરફ આગળ વધ્યા હતા. જોકે 20મી સદીના અંતિમ ભાગમાં કેટલાંક દેશો ફુગાવાને અંકુશમાં લેવાના પ્રયાસને ભાગ રૂપે ફરી ફિસ્ક્ડ એક્સ્ચેન્જ રેટ તરફ વળ્યા હતા. ફુગાવાને અંકુશમાં લેવા માટે નિર્ધારિત વિનિમય દરની નીતિનો 20મી સદીની બીજા ભાગમાં (એટલે કે આર્જેન્ટિના (1991-2002), બોલિવિયા, બ્રાઝિલ અને ચીલી) દક્ષિણ અમેરિકાના ઘણા દેશોમાં ઉપયોગ થયો હતો.
સુવર્ણમાન ચલણ પદ્ધતિ (ગોલ્ડ સ્ટાન્ડર્ડ)

ગોલ્ડ સ્ટાન્ડર્ડ એક નાણાંકીય વ્યવસ્થા છે, જેમાં દેશના વિનિમયના સામાન્ય માધ્યમ તરીકે પેપર નોટ્સનો ઉપયોગ થાય છે અને આ પેપર નોટ્સને સોનાના પૂર્વનિર્ધારિત મૂલ્ય અને જથ્થાના આધારે સંપૂર્ણપણે રૂપાંતર કરી શકાય છે. ચલણને સોનાનું સમર્થન કેટલું છે તે આ ધોરણને આધારે નક્કી થાય છે, જેમાં દરેક ચલણના એકમ માટે કેટલા સિક્કા રહેશે તે નક્કી થાય છે. ચલણમાં પોતાની રીતે કોઇ કોઇ અંગભૂત મૂલ્ય હોતું નથી પરંતુ વેપારીઓ તેનો સ્વીકાર કરે છે કારણ કે તેને સમાન મૂલ્યના સિક્કાના બદલામાં વેચી શકાય છે. ઉદાહરણ તરીકે યુ.એસ સિલ્વર સર્ટિફિકેટને ચાંદીના વાસ્તવિક ટુકડાના બદલામાં વેચી શકાય છે.
ગોલ્ડ સ્ટાન્ડર્ડની વ્યવસ્થાને બ્રેટન વૂડ્સ સિસ્ટમના આંતરરાષ્ટ્રીય અમલ મારફત આંશિક રીતે દૂર કરવામાં આવી હતી. આ સિસ્ટમમાં બીજા તમામ મહત્ત્વના ચલણોને ડોલરના નિર્ધારિત દર સાથે જોડવામાં આવ્યા હતા અને ડોલરને સોનાના ઔંશ દીઠ 35 ડોલરના ભાવ સાથે જોડવામાં આવ્યો હતો. બ્રેટન વૂડ્સ સિસ્ટમ 1971માં તૂટી પડી હતી અને મોટા ભાગના દેશો આદેશ નાણાંની વ્યવસ્થા તરફ વળ્યા હતા. આદેશ નાણાંને માત્ર દેશના કાયદાનું સમર્થન હોય છે.
ગોલ્ડ સ્ટાન્ડર્ડ હેઠળ લાંબા ગાળાના ફુગાવા (કે ડિફ્લેશન)નો દર કુલ ઉત્પાદનના પ્રમાણમાં સોનાના પુરવઠામાં વૃદ્ધિદર આધારે નક્કી થાય છે.[૫૦] ટીકાકારો જણાવે છે કે તેનાથી ફુગાવાના દરમાં મનસ્વી વઘઘટ થાય છે અને તેમાં નાણાંકીય નીતિ ગોલ્ડ માઇનિંગના આધારે નક્કી થાય છે.[૫૧][૫૨] કેટલાંક નિષ્ણાતો માને છે કે મહામંદી માટે આ નીતિએ મોટું પ્રદાન આપ્યું હતું.[૫૨][૫૩][૫૪]
વેતન અને ભાવ અંકુશો
ઢાંચો:Main ભૂતકાળમાં અજમાવવામાં આવેલી બીજી પદ્ધતિ વેતન અને ભાવ અંકુશો (‘આવક નીતિઓ’) છે. યુદ્ધ જેવી સ્થિતિમાં વેતન અને ભાવ અંકુશોની પદ્ધતિ રેશનિંગ સાથે સફળ રહી છે. જોકે બીજી પરિસ્થિતિઓમાં તેનો ઉપયોગ ઘણો જ મિશ્ર રહ્યો છે. આ પદ્ધતિના ઉપયોગની નિષ્ફળતાઓના જાણીતા ઉદાહરણોમાં રિચાર્ડ નિક્સન દ્વારા 1972માં લાદવામાં આવેલા વેતન અને ભાવ અંકુશોનો સમાવેશ થાય છે. વધુ સફળ ઉદાહરણોમાં ઓસ્ટ્રેલિયામાં ભાવ અને આવક સમજૂતી અને નેધરલેન્ડ્સમાં વેસેનાર સમજતીનો સમાવેશ થાય છે.
સામાન્ય વેતન અને ભાવ અંકુશને હંગામી અને અસાધારણ પગલા ગણવામાં આવે છે. તે ત્યારે જ અસરકારક બને છે જ્યારે તેની સાથે વેતરન અને ભાવ અંકુશ પ્રથા દરમિયાન ફુગાવાના કારણને ઘટાડવા માટે ઘડાયેલી નીતિઓની સાથે અમલ કરવામાં આવે છે. દા.ત. લડાયેલી લડાઇ જીતવી. આ પદ્ધતિની ઘણીવાર અવળી અસર થાય છે, કારણ કે તેનાથી બજારને ખોટા સંકેતો મળે છે. કૃત્રિમ રીતે નીચા ભાવ ઘણીવાર રેશનિંગ અને અછતની સ્થિતિ ઊભી કરે છે તેમજ ભાવિ રોકાણને અવરોધે છે, તેથી વધુ અછત ઊભી થાય છે. સામાન્ય આર્થિક વિશ્લેષણ એવું છે કે નીચા ભાવની કોઇપણ પ્રોડક્ટ કે સેવાનો વધુ પડતો વપરાશ થાય છે. ઉદાહરણ તરીકે જો બ્રેડના સત્તાવાર ભાવ નીચા હોય તો સત્તાવાર ભાવે બ્રેડનો પૂરતો પુરવઠો હોતો નથી અને ભાવિ જરૂરિયાતને પહોંચી વળવા માટે બજાર દ્વારા બ્રેડના ઉત્પાદન માટે નહિવત રોકાણ થાય છે, તેથી લાંબા ગાળે સમસ્યા વણસે છે.
કામચલાઉ અંકુશો ફુગાવાને લડત આપવાના એક માર્ગ તરીકે મંદીને પૂરક છેઃ અંકુશો ફુગાવાને લડત આપવાના માર્ગ (બેરોજગારીમાં વધારો કરવાની જરૂરિયાત ઘટાડીને) મંદીને વધુ અસરકારક બનાવે છે, જ્યારે મંદી માગ ઊંચી હોય ત્યારે અંકુશો દ્વારા ઊભા કરવામાં આવતા તમામ પ્રકારના અવરોધને રોકે છે. જોકે અર્થશાસ્ત્રીઓની સામાન્ય સલાહ એવી છે કે ભાવ અંકુશો લાદવાની નહીં, પરંતુ એવી ધારણાએ ભાવને ઉદાર બનાવવા જોઇએ કે અર્થતંત્ર બિનનફાકારક આર્થિક પ્રવૃત્તિઓને સરભર કરીને તેને પડતી મૂકશે. નીચી આર્થિક પ્રવૃત્તિને કારણે ફુગાવાને વેગ આપતી હોય તેવી કોઇપણ કોમોડિટી પછી તે શ્રમ હોય કે સંસાધન હોય તેની માગમાં ઘટાડો થશે અને કુલ આર્થિક ઉત્પાદનની સાથે ફુગાવો ઘટશે. તેનાથી ઘણીવાર તીવ્ર મંદી ઊભી થાય છે, કારણ કે ઉત્પાદક ક્ષમતાની પુનઃફાળવણી થાય છે અને તેથી તે તેમની આજીવિકા છીનવાઈ જાય છે તેવા લોકો માટે ખૂબ જ અપ્રિય છે. (જુઓ સર્જનાત્મક વિનાશ)
જીવનખર્ચ ભથ્થુ
જો નિર્ધારિત ચૂકવણી (વેતન)ના વાસ્તવિક મૂલ્યને સ્થિર રાખવા માટે તેને ફુગાવા આધારિત (ઇન્ફ્લેશન એડજસ્ટેડ) રાખવામાં આવી ન હોય તો ફુગાવાને કારણે નિર્ધારિત ચૂકવણીની વાસ્તવિક ખરીદીશક્તિનું ધોવાણ થાય છે. ઘણા દેશોમાં નોકરીના કરારો, નિવૃત્તિના લાભો અને સરકારી હકો (જેવા કે સામાજિક સુરક્ષા)ને જીવન ખર્ચના ઇન્ડેક્સ (કોસ્ટ-ઓફ લિવિંગ ઇન્ડેક્સ) સાથે અને ખાસ કરીને ગ્રાહક ભાવાંક સાથે જોડવામાં આવે છે.[૫૫] કોસ્ટ-ઓફ-લિવિંગ ઇન્ડેક્સમાં થયેલા ફેરફારના આધારે જીવનનિર્વાહ ખર્ચ ભથ્થા (કોલા (COLA))માં ફેરફાર થાય છે અને તેથી વેતનમાં ફેરફાર થાય છે. નીચો ફુગાવો ધરાવતા અર્થતંત્રોમાં વેતનોમાં સામાન્ય રીતે વાર્ષિક ધોરણે ફેરફાર થાય છે. અતિશય ફુગાવાના સમયમાં વેતનોમાં વધુ વાર ફેરફાર કરવામાં આવે છે.[૫૫] વેતનોને ભૌગોલિક સ્થળને આધારે અલગ અલગ હોય તેવા કોસ્ટ-ઓફ લિવિંગ ઇન્ડેક્સ સાથે પણ જોડી શકાય છે.
રોજગારી કરારમાં વાર્ષિક વૃદ્ધિની કલમો ઇન્ડેક્સ સાથે જોડવામાં આવેલા નથી તેવા કામદારોના વેતનમાં ભૂતકાળની અસરથી કે ભવિષ્યમાં કેટલો વધારો થશે તેની સ્પષ્ટતા હોઈ શકે છે. વેતનમાં આવો વાટાઘાટ આધારિત વધારો સામાન્ય ભાષામાં જીવનનિર્વાહ ખર્ચમાં ફેરફાર કે જીવન ખર્ચમાં વધારા તરીકે ઓળખાય છે, કારણ કે તે બાહ્ય પરિબળ દ્વારા નિર્ધારિત ઇન્ડેક્સ મુજબના વધારા સાથે સમાનતા ધરાવે છે. ઘણા અર્થશાસ્ત્રીઓ અને વેતન એનાલિસ્ટ્સ ભાવિ ‘જીવનનિર્વાહ ખર્ચમાં વધારા’ને અગાઉથી નિર્ધારિત કરવાની પદ્ધતિને બે કારણોસર ગેરમાર્ગે દોરનારીની ગણે છેઃ (1) ઔદ્યોગિક જગતમાં તાજેતરના ભૂતકાળમાં સરેરાશ વેતનમાં વધારો જીવનનિર્વાહ સૂચકાંકમાં વધારો કરતા વધુ ઝડપથી થયો છે, જે માત્ર જીવન નિર્વાહ ખર્ચની જગ્યાએ વધતી જતી ઉત્પાદકતા અને કામદારોની સોદાબાજી ક્ષમતામાં વધારાનો સંકેત આપે છે અને (2) મોટાભાગના જીવનનિર્વાહ ખર્ચ ઇન્ડેક્સ દૂરંદેશી હોતા નથી, પરંતુ તે માત્ર હાલના ડેટાની સરખામણી કરે છે.
આ પણ જુઓ
- ફુગાવાનું હેજ
- ફુગાવાના દરને આધારે દેશોની યાદી
- વાસ્તવિક વિરુદ્ધ કુલ મૂલ્ય (અર્થશાસ્ત્ર)
- સ્થિર સ્થિતિ અર્થતંત્ર
- ફુગાવાનો કલ્યાણ ખર્ચ
નોંધ
સંદર્ભો
- ઢાંચો:Cite document
- ઢાંચો:Cite book
- ઢાંચો:Cite book
- ઢાંચો:Cite document
- ઢાંચો:Cite book
- ઢાંચો:Cite book
વધુ વાંચન
- બૌમોલ, વિલિયમ જે. અને અલાન એસ બ્લાઇન્ડર, મેક્રોઇકોનોમિક્સ: પ્રિન્સિપલ્સ એન્ડ પોલિસી , દસમી આવૃત્તિ. થોમસન સાઉથ-વેસ્ટર્ન, 2006. ISBN 0-324-22114-2
- મિશ્કિન, ફ્રેડેરિક એસ., ધ ઇકોનોમિક્સ ઓફ મની, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સિયલ માર્કેટ્સ , ન્યૂ યોર્ક, હાર્પર કોલિન્સ, 1995.
- ફ્રીડમેન, મિલ્ટન, નોબલ લેક્ચર: ઇન્ફ્લેશન એન્ડ અનએમ્પ્લોયમેન્ટ ઢાંચો:Webarchive 1977
- હેન્રી હઝલિટ્ટ, વોટ યુ નો એબાઉટ ઇન્ફ્લેશન
- ફેડરલ રિઝર્વ બેન્ક ઓફ બોસ્ટન, "અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ફ્લેશન એન્ડ ધ ઇમ્પલિકેશન્સ ફોર મોનેટરી પોલિસી: એ ફિલિપ્સ કર્વ રેટ્રોસ્પેક્ટિવ" ઢાંચો:Webarchive, કોન્ફરન્સ સિરીઝ 53, જૂન 9–11, 2008, ચેટહામ, મેસેચ્યુસેટ્સ. (સીએફ. ફિલિપ્સ કર્વ લેખ પણ)
- વાસુદેવન, રમા, "વોટ ઇસ ધ રિલેશન બિટવીન ઇન્ફ્લેશન એન્ડ અનએમ્પ્લોયમેન્ટ?", ડોલર્સ એન્ડ સેન્સ માં, સપ્ટેમ્બર/ઓક્ટોબર 2006
- નેનોવ્સ્કી. એન, (2007). „એક્સચેન્જ રેટ એન્ડ ઇન્ફ્લેશન: ફ્રાન્સ એન્ડ બલ્ગેરીયા ઇન ધ ઇન્ટરવોર પિરીયડ એન્ડ ધ કન્ટ્રીબ્યુશન ઓફ એલ્બર્ટ એફ્ટાલિયોન(1874-1956)“' ઢાંચો:Webarchive.બલ્ગેરીયન નેશનલ બેન્ક,(2006)
બાહ્ય કડીઓ
- ઢાંચો:ગુજરાતી વિશ્વકોશ
- નાસા (NASA) ફુગાવા ગણક ઢાંચો:Webarchive
- ઓઇસીડી (OECD) ભાવ આંકડાશાસ્ત્રઢાંચો:Dead link
- યુનાઇટેડ સ્ટેટ્સ બ્યૂરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ હોમપેજ.
- ઇન્ફ્લેશન 1290-2006 ઢાંચો:Webarchive - સ્વીડીશ રિક્સબેન્કના ઐતિહાસિક ગ્રાહક ભાવાંકને આધારે
- ફુગાવા ગણક
- વર્તમાન આંતરરાષ્ટ્રીય ફુગાવાના આંકડા સીપીઆઇ (CPI) અને એચઆઇસીપી (HICP)ની સમરી ઢાંચો:Webarchive
- યુરો વિસ્તારમાં વર્તમાન ફુગાવો સીપીઆઇ (CPI) અને એચઆઇસીપી (HICP)ની સમરી
- ↑ જુઓ:
- ઢાંચો:Harvnb (Glossary);
- ઢાંચો:Harvnb (Glossary)
- ઢાંચો:Harvnb (Glossary)
- ઢાંચો:Harvnb (Glossary)
- ↑ વ્હાય પ્રાઇસ સ્ટેબિલિટી?, સેન્ટ્રલ બેન્ક ઓફ આઇસલેન્ડ, સપ્ટેમ્બર 11, 2008.
- ↑ પૌલ એચ. વાલ્ગેનબાક, નોર્મન ઇ. ડિટ્રીચ અને અર્નેસ્ટ આઇ હેન્સન, (1973), ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગ, ન્યૂ યોર્ક: હાર્કોર્ટ બ્રાસ જેવોનોવિક, ઇન્ક. (Inc. Page 429. “માપન એકમનો સિદ્ધાંત: એકાઉન્ટિંગમાં માપનનો એકમ સૌથી પ્રચલિત ચલણના આધાર નાણાં એકમ હશે. આ સિદ્ધાંત તે પણ ધારણા કરે છે કે માપનનો એકમ સ્થિર છે, તેના સામાન્ય ખરીદ શક્તિમાં ફેરફાર મૂળભૂત નાણાંકીય નિવેદનોને અનુરૂપ થવા માટે એટલા મહત્ત્વના ગણવામાં આવતા નથી.”
- ↑ ૪.૦ ૪.૧ ઢાંચો:Harvnb
- ↑ ઢાંચો:Harvnb
- ↑ રોબર્ટ બારો અને વિટ્ટોરીયો ગ્રિલી (1994), યુરોપીયન મેક્રોઇકોનોમિક્સ , પ્રકરણ. 8, પાનું. 139, આકૃતિ. 8.1. મેકમિલાન, ISBN 0-333-57764-7.
- ↑ ૭.૦ ૭.૧ ઢાંચો:Harvnb
- ↑ ઢાંચો:Harvnb
- ↑ હ્યુમેલ, જેફરી રોજર્સ. "ડેથ એન્ડ ટેક્સિસ, ઇન્ક્લુડિંગ ઇન્ફ્લેશન: ધ પબ્લિક વર્સિસ ઇકોનોમિસ્ટ્સ" (જાન્યુઆરી 2007).[૧] પાનું 56
- ↑ "એસ્કેપિંગ ફ્રોમ એ લિક્વિડિટી ટ્રેપ એન્ડ ડિફ્લેશન: ધ ફૂલપ્રૂફ વે એન્ડ અધર્સ" લાર્સ ઇ. ઓ. સ્વેન્સોન, જર્નલ ઓફ ઇકોનોમિક પર્સ્પેક્ટિવ , ભાગ 17, અંક 4 ફોલ 2003, પાનાં 145-166
- ↑ ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ ૧૧.૩ ૧૧.૪ ઢાંચો:Cite book
- ↑ ઢાંચો:Cite news
- ↑ ઢાંચો:Cite document
- ↑ એન્યુઅલ રિપોર્ટ (2006), રોયોલ કેનેડીયન મિન્ટ, પાનું 4
- ↑ ફ્રાન્ક શોસ્તક, "કોમોડિટી પ્રાઇસિસ એન્ડ ઇન્ફ્લેશન: વોટ્સ ધ કનેક્શન", માઇસિસ ઇન્સ્ટિટ્યૂટ ઢાંચો:Webarchive
- ↑ અર્લ જે. હેમિલ્ટન, અમેરિકન ટ્રેઝર એન્ડ ધ પ્રાઇસ રિવોલ્યુશન ઇન સ્પેન, 1501-1650 હાર્વર્ડ ઇકોનોમિક સ્ટડીઝ, 43 (કેમ્બ્રીજ, મેસેચ્યુસેટ્સ: હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ, 1934)
- ↑ ઢાંચો:Cite web
- ↑ ઢાંચો:Cite book
- ↑ ધ પ્રાઇશ રિવોલ્યુશન ઇન યુરોપ: ઇમ્પિરિકલ રિઝલ્ટ્સ ફ્રોમ એ સ્ટ્રક્ચરલ વેક્ટોરોટોગ્રેસન મોડલ. ઢાંચો:Dead linkપીટર કુગલેર અને પીટર બર્નહોલ્ઝ, યુનિવર્સિટી ઓફ બસેલ, 2007ઢાંચો:Dead link (સમજાવે છે કે કિંમતી ધાતુના વધુ પડતા પુરવઠાને તેને સર્જ્યો હતો અને તાજેતરના દાયકામાં પ્રચલિત બનેલી પ્રતિ દલીલોમાં રહેલી તાર્કિક ખામીઓને નોંધે છે)
- ↑ ઢાંચો:Cite book
- ↑ માઇકલ. એફ, બ્રાયન, "ઓન ધ ઓરિજિન એન્ડ ઇવોલ્યુશન ઓફ ધ વર્ડ 'ઇન્ફ્લેશન' ઢાંચો:Webarchive"
- ↑ માર્ક બ્લૌગ, "ઇકોનોમિક થિયરી ઇન રેટ્રોસ્પેક્ટ", પાનું. 129: "...તે ફુગાવાનું કારણ હતું, અથવા, આજની ભાષાનો ઉપયોગ કરવા, 'બેન્કનોટ્સનું અવમૂલ્યન.'"
- ↑ માઇકલ એફ બ્રાયન્, ઓન ધ ઓરિજિન એન્ડ ઇવોલ્યુશન ઓફ ધ વર્ડ "ઇન્ફ્લેશન" [૨] ઢાંચો:Webarchive
- ↑ ફેડરલ રિઝર્વ બોર્ડનો કોન્ગ્રેસને અર્ધવાર્ષિક નાણાંકીય નીતિ અહેવાલ' રાઉન્ડટેબલ ઢાંચો:Webarchiveજીન-ક્લાઉડી ટ્રાઇચેટ દ્વારા 1 જુલાઈ, 2004ના રોજ પ્રારંભિક પ્રવચન'
- ↑ ઢાંચો:Cite book
- ↑ જુઓ:
- ↑ અહીં નોંધેલા આંકડા તમામ શહેરી ગ્રાહકો, તમામ વસ્તુઓ, શ્રેણી સીપીઆઇયુસીએનએસ (CPIAUCNS) માટે 1982ના પાયાના વર્ષમાં 100ના પાયાના સ્તરમાંથી અમેરિકન ગ્રાહક ભાવાંકનો ઉલ્લેખ કરે છે. તેને ફેડરલ રિઝર્વ બેન્ક ઓફ સેન્ટ લુઇસ ખાતે ફ્રેડ (FRED) ડેટાબેઝમાંથી 8 ઓગસ્ટ 2008ના રોજ ડાઉનલોડ કરાયા હતા.
- ↑ ઢાંચો:Cite web
- ↑ ઢાંચો:Harvnb
- ↑ પ્રો. ડો. ઉમિત જીયુસીઇએનએમઇ (GUCENME), ડો. ઐલિન પોરોય આર્સોય (ARSOY), ચેન્જીસ ઇન ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ ઇન તુર્કી, હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ ઓફ ઇન્ફ્લેશન એકાઉન્ટિંગ 1960 - 2005, પાનું 9, "પરચેઝિંગ પાવર ઓફ નોન મોનેટરી આઇટમ્સ ડસ નોટ ચેન્જ ઇન સ્પાઇટ ઓફ વેરિયેશન ઇન નેશનલ કરન્સી વેલ્યૂ." [૩]ઢાંચો:Dead link
- ↑ સૂત્ર R = N-I સામાન્ય વ્યાજ દર અને ફુગાવાના દર નાના હોય ત્યારે સાચો જવાબ આપે છે. સાચુ સૂત્ર r = n/i છે જ્યાં, r , n અને i ને ગુણોત્તર તરીકે દર્શાવાય છે (દા.ત. +20% માટે 1.2, -20% માટે 0.8).
- ↑ ઢાંચો:Cite journal
- ↑ એનસાયક્લોપિડીયા બ્રિટનિકા, "ધ કોસ્ટ-પુશ થિયરી".
- ↑ થોર્સ્ટન પોલીટ, "ઇન્ફ્લેશન ઇસ એ પોલિસી ધેટ કેનનો લાસ્ટ ઢાંચો:Webarchive", માઇસિસ ઇન્સ્ટિટ્યૂટ.
- ↑ મુન્ડેલ, જેમ્સ, જર્નલ ઓફ પોલિટિકલ ઇકોનોમી, LXXI (1963), 280-83 "ઇન્ફ્લેશ એન્ડ રિયલ ઇન્ટ્રેસ્ટ"
- ↑ ટોબિન, જે. ઇકોનોમેટ્રિકા, વી 33, (1965), 671-84 "મની એન્ડ ઇકોનોમિક ગ્રોથ"
- ↑ સૈન્ગ, એસ. સી., જર્નલ ઓફ મની, ક્રેડિટ એન્ડ બેન્કિંગ, આઇ (1969), 266-80 "એ ક્રિટિકલ નોટ ઓન ધ ઓપ્ટિમમ સપ્લાય ઓફ મની"
- ↑ (પાનું 272)
- ↑ ફેડરલ રિઝર્વ બોર્ડનો કોંગ્રેસને અર્ધવાર્ષિક નાણાંકીય નીતિ અહેવાલ રાઉન્ડ ટેબલ ઢાંચો:Webarchiveજીન ક્લાઉડી ટ્રાઇચેટનું 1 જુલાઇ 2004ના રોજ પ્રારંભિક પ્રવચન
- ↑ રોબર્ટ જે. ગોર્ડન (1988), મેક્રોઇકોનોમિક્સ: થીયરી એન્ડ પોલિસી , બીજી આવૃત્તિ, પ્રકરણ. 22.4, 'મોડર્ન થિયરીઝ ઓફ ઇન્ફ્લેશન'. મેકગ્રો હિલ
- ↑ ઢાંચો:Cite book
- ↑ ઢાંચો:Cite journal
- ↑ ઢાંચો:Cite book
- ↑ ઢાંચો:Cite book
- ↑ ઢાંચો:Cite web
- ↑ લડવિગ વોન માઇસિસ ઇન્સ્ટિટ્યૂટ, "ટ્રૂ મની સપ્લાય"
- ↑ જોસફ ટી. સાલેર્નો, (1987), ઓસ્ટ્રીયન ઇકોનોમિક ન્યૂઝલેટર, "ધ "ટ્રૂ" મની સપ્લાય: એ મેઝર ઓફ ધ મિડીયમ ઓફ એક્સ્ચેન્જ ઇન ધ યુએસ ઇકોનોમી"
- ↑ ફ્રાન્ક શોસ્તક, (2000), "ધ મિસ્ટ્રી ઓફ ધ મની સપ્લાય ડેફિનેશન"
- ↑ ઢાંચો:Cite webઢાંચો:Dead link
- ↑ બોર્ડો, એમ. (2002) "ગોલ્ડ સ્ટાન્ડર્ડ" કન્સાઇઝ એનસાયક્લોપિડીયા ઓફ ઇકોનોમિક્સ
- ↑ ઢાંચો:Cite journal
- ↑ ૫૨.૦ ૫૨.૧ ઢાંચો:Cite web
- ↑ હેમિલ્ટન, જે.ડી. (ડિસેમ્બર 12, 2005) "ધ ગોલ્ડ સ્ટાન્ડર્ડ એન્ડ ધ ગ્રેટ ડિપ્રેસન" ઢાંચો:Webarchive ઇકોનબ્રાઉઝર , "ધ રોલ ઓફ ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ઇન પ્રોપેગેટિંગ ધ ગ્રેટ ડિપ્રેસન," કન્ટેમ્પરરી પોલિસી ઇશ્યુ માં 1988માં પ્રસિદ્ધ થયેલું.
- ↑ વોરબર્ટન, સી. "ધ મોનેટરી ડિસઇક્વિલિબ્રીયમ હાયપોથેસિસ," ડિપ્રેસન, ઇન્ફ્લેશન એન્ડ મોનેટરી પોલિસી, સિલેક્ટેડ પેપર્સમાં, 1945-1953 (જોહ્ન્સ હોપકિન્સ પ્રેસ, 1966), પાનાં 25-35.
- ↑ ૫૫.૦ ૫૫.૧ ઢાંચો:Cite web