દ્રવ્યમાન

testwikiમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

દ્રવ્યમાન અથવા દળ (ઢાંચો:Lang-en) એ એક ભૌતિક રાશિ છે કે જે પદાર્થના જડત્વનું માપ દર્શાવે છે. ભૌતિક શાસ્ત્ર મુજબ ભૌતિક વસ્તુઓનો આ એક ગુણધર્મ છે. તેને m વડે દર્શાવવામાં આવે છે. જડત્વના આ ગુણધર્મને લીધે દરેક ભૌતિક પદાર્થો પોતાની ગતિના ફેરફારોનો વિરોધ કરતા હોય છે. જડત્વનું આ માપન દર્શાવતી રાશિને દ્રવ્યમાન અથવા દળ તરીકે ઓળખવામાં આવે છે. SI માપ પદ્ધતિમાં તેનો એકમ કિલોગ્રામ છે.[]

વર્ણન

પ્રકાશની ઝડપની સરખામણીમાં ઓછી ઝડપથી ગતિ કરતા પદાર્થનું દ્રવ્યમાન અચળ રહે છે. પરંતુ ખૂબ ઝડપથી ગતી કરતા અથવા લગભગ પ્રકાશની ઝડપથી ગતિ કરતા પદાર્થનું દ્રવ્યમાન અચળ રહેતું નથી અને આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ મુજબ દ્રવ્યમાન, ઝડપના મૂલ્ય v સાથે નીચેના સૂત્ર પ્રમાણે બદલાય છે:[]

m=m01v2c2

અહીં ઢાંચો:Math એ સ્થિર દ્રવ્યમાન (rest mass) અને c પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે.

પદાર્થનું દ્રવ્યમાન એક સંરક્ષિત રાશિ છે, અર્થાત દ્રવ્યમાન ઉત્પન્ન થઈ શકતું નથી તથા તેનો નાશ પણ થઈ શકતો નથી. કોઈ પણ વિયુક્ત (isolated) તંત્ર માટે દ્રવ્યમાન અચળ રહે છે. તંત્રને સાપેક્ષવાદની પરિસ્થિતિ લાગુ પડતી હોય ત્યારે દ્રવ્યનું ઊર્જામાં અને ઊર્જાનું દ્રવ્યમાં રૂપાંતર થઈ શકે છે.[]

સંદર્ભ

ઢાંચો:Reflist

ઢાંચો:Sci-stub